તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોડજોડની રાજનીતિ:કોંગ્રેસ પ્રમુખે કહ્યું ભાજપના માનસિક દબાણથી ઉમેદવારોના ફોન બંધ આવી રહ્યાં છે, તો ભાજપ પ્રમુખે કહ્યું પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી. એટલે ફોન સ્વીચ ઓફ કર્યા

રાજકોટ25 દિવસ પહેલા
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને ​​​​​​​શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી
 • મને શહેર પ્રમુખનો ફોન સુદ્ધા નથી આવ્યો વિજયજાનીનો ખુલાસો
 • વોર્ડ નંબર 12નાં મહામંત્રી સાથે 200થી વધુ લોકો ભાજપમાં જોડાશે

રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે મનપાની ચૂંટણી અંતર્ગત ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. મહત્વનું છે. રાજકોટમાં કોંગ્રેસને પ્રથમ ઝટકો લાગ્યો છે. વોર્ડ નં.14ના કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ગઈકાલે ફોર્મ પાછું ખેંચ્યું હતું. આ સાથે જ આજે કોંગ્રેસમાંથી વધુ એક ફોર્મ પરત ખેંચાઈ તેવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચતાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું ભાજપના માનસિક દબાણથી ઉમેદવારોના ફોન બંધ આવી રહ્યાં છે, તો ભાજપ પ્રમુખે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી. એટલે ફોન સ્વીચ ઓફ કર્યો છે.

માનસિક દબાણથી દૂર રખવાં ફોન બંધ રાખવામાં આવી રહ્યાં છે- અશોક ડાંગર
કોંગ્રેસના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચતાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપના ઈશારે ક્રાઇમ બ્રાંચ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોના ફોન એટલે સ્વીચ ઓફ છે કે જે રીતે ભાજપનું દબાણ થઈ રહ્યું છે. ઉમેદવારો યોગ્ય અને સેફ જગ્યા પર છે અને માનસિક દબાણથી દૂર રહેવા ફોન બંધ રાખવામાં આવી રહ્યાં છે પોલીસ ના દબાણ થી ફોર્મ પાછુ ખેંચવામાં આવી રહ્યું છે.

ભાજપ કાર્યલય
ભાજપ કાર્યલય

કોંગ્રેસમાં ત્રેવડ હોય તો અમારો એક ઉમેદવાર તોડી જુએ- કમલેશ મીરાણી
તો ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં જુથબંધી છે તેનું આ પરિણામ છે. કોંગ્રેસના કોઈ ઉમેદવાર મારા સંપર્કમાં નથી, 125 વર્ષ જૂની આ પાર્ટી છે. તેમ છતાં પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી. એટલે ફોન સ્વીચ ઓફ કર્યો છે. કોંગ્રેસમાં ત્રેવડ હોય તો અમારો એક ઉમેદવાર તોડી જુએ.

કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોન સ્વીચ ઓફ
વિજય જાનીએ ફોર્મ પરત ખેંચકા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે. ડેમેજ કંટ્રોલ કરવા યોજના બનાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારોનો સંપર્ક ભાજપના નેતાઓ ન કરી શકે તે માટે કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યાં છે.

કોંગ્રેસ કાર્યાલય
કોંગ્રેસ કાર્યાલય

ઉમેદવારોની સંખ્યામાં કોંગ્રેસ બીજા નંબર પર
ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ઉમેદવારની સંખ્યાની દ્વષ્ટિએ કોંગ્રેસ હાલ બીજા નંબર પર છે. જ્યારે પ્રથમ નંબર પર ભાજપ અને આમ આદમી પાર્ટી 72 ઉમેદવારો સાથે મેદાનમાં છે. કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા 70 છે. ગઈકાલે એક ફોર્મ રદ્દ થયું હતું.

ઉમેદવારી પાછી ખેંચનાર વિજય જાની
ઉમેદવારી પાછી ખેંચનાર વિજય જાની

અમારા પર પક્ષ દ્વારા ગેમ જમાવવામાં આવી છે - વિજય જાની
ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલ જે મુદ્દે આક્ષેપોની હોળી થઇ રહી તે મુદ્દાના મુખ્ય સુત્રધાર વિજય જાનીએ વોર્ડ14માં ફોર્મ ખેંચવાના વિષય પર Divyabhaskar સાથે વાત કરતા જણાવ્યું હતું કે,"માણસુરભાઈ વાળા મારા અંગત મિત્ર છે, તેમને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું, વાજતે ગાજતે તે ગયા ફોર્મ ભરવા ગયા હતા, ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના હશે જ્યાં માણસુરભાઈ નું મેન્ડેટ પાછું ખેંચવામાં આવ્યું. અને અન્ય ને આપવામાં આવ્યું, હવે મારે ને માણસુરભાઈ સાથે એવું નક્કી થયું હતું કે લડશું તો સાથે લડશું નહિતર નહીં, જયારે હું ઉમેદવારી ભરવા આવ્યો હતો એ સમયે પણ મેં નરેશ રાવલને વિનંતી પૂર્વક કહ્યું હતું કે માણસુરભાઈ છે એટલે જ હું છું, છતાં મારી વાત ન માનતા મૈં આ પગલું ભર્યું છે. અમારા પર આ ગેમ જમાવવામાં આવી છે.

મને શહેર પ્રમુખ નો ફોન સુદ્ધા નથી આવ્યો - વિજય જાની
વિજયભાઈ એ ફોર્મ પાછું ખેંચવાના મુદ્દે વધુમાં વિજયભાઈ એ જણાવ્યું હતું કે,માણસુરભાઈને ઉમેદવારી નથી મળી એ જ એક માત્ર કારણ છે કે મારી ઉમેદવારી પછી ખેંચવાનું, આ સિવાય આ મુદ્દે મને કૉંગેસના કોઈ કાર્યકરનો ફોન સુદ્ધા નથી આવ્યો, ભાજપમાંથી કોઈ પણ પ્રકારનું દબાણ મને મળ્યું નથી, ભલે મને પક્ષે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હોય, પણ હું ક્યારેય ભાજપમાં જોડાવવાનો નથી. હવે હું પ્રજામાં રહીને લોકોની સેવા કરીશ.

વોર્ડ નંબર 17માં અપક્ષ ઉમેદવાર એ ગોવિંદભાઈ પટેલની હાજરીમાં ફૉર્મ પરત ખેચ્યું
એક તરફ કોંગ્રેસના ઉમેદવારો ટપોટપ રાજીનામાં આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ ભાજપ પોતાનો પક્ષ મજબૂત કરવા માટે સતત મથી રહ્યો છે, જ્યાં આજે વોર્ડ નંબર 17માં અપક્ષ ઉમેદવાર ચેતન સિંધવેએ પોતાનું ફૉર્મ પરત ખેચ્યું છે, તેમણે ભાજપ ના MLA ગોવિંદભાઈ પટેલ ની હાજરીમાં પોતાની ઉમેદવારીનું ફોર્મ પરત ખેંચ્યું છે, ઉલ્લેખનીય છે કે ભાજપ અપક્ષ ને પણ ધ્યાને રાખી રહ્યા છે. જેથી તેમનો પક્ષ પ્રબળ બને હજુ સુઘી 'આપ' ના કોઈ ઉમેદવારો એ પક્ષ-પલટો કર્યો નથી.

વોર્ડ ન.12 ના કોંગી ઉમેદવાર ઉર્વશીબા જાડેજા
વોર્ડ ન.12 ના કોંગી ઉમેદવાર ઉર્વશીબા જાડેજા

લોકો પોતાની ગેરસમજ દૂર કરે, હું કોંગ્રેસમાં જ રહેવાની છું - ઉર્વશીબા જાડેજા
કોંગ્રેસમાં પક્ષા-પક્ષી થવાથી અનેક ઉમેદવારોના નામ આ સંદર્ભે ચર્ચાઈ રહ્યા છે, જેમાં વોર્ડ ન.12 ના કોંગી ઉમેદવાર ઉર્વશીબા જાડેજાનું નામ ચર્ચાય રહ્યું છે, એ વાતનું ખંડન કરતા ઉર્વશીબા એ જણાવ્યું હતું કે, જેમના મનમાં એવી ગેરસમજ છે કે હું મારુ ફોર્મ પાછું ખેંચીશ, તો એ ખોટું છે, એ લોકો પોતાની ગેરસમજ દૂર કરે, હું કોંગ્રેસમાં જ છું અને ભવિષ્યમાં પણ કોંગ્રેસમાં રહેવાની છું. હાલ મારા પતિ વિરુદ્ધ પર પણ ખોટી કલમો લગાડી તેમને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એવી વાત હતી કે હું સમાધાન કરી હું ભાજપ માં જઈશ તે તદ્દન ખોટી છે. હું મારુ ફોર્મ પરત નહિ ખેચુ, મારુ જીવન કોંગ્રેસ ને સમર્પિત છે.

માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદાઓનો ખુલ્લેઆમ ભંગ કરતા સમર્થકો
માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદાઓનો ખુલ્લેઆમ ભંગ કરતા સમર્થકો

વોર્ડ નંબર 12નાં મહામંત્રી સાથે 200થી વધુ લોકો ભાજપમાં જોડાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ન મળતા અસંતોષની લાગણીને મહોરું બનાવીને કાર્યકરો આગેવાનો પક્ષપલટો કરે છે, જ્યાં આજે રાજકોટ કોંગ્રેસમાંથી રાજીનામાં આપનાર વોર્ડ નંબર 12નાં મહામંત્રીએ 200થી વધુ સમર્થકોની સાથે ભવ્ય રેલી યોજી કર્યું શક્તિ પ્રદર્શન કર્યું હતું, જે ટૂંક સમયમાં ટેકેદરો સાથે વિધિવત રીતે ભાજપનો ભગવો ધારણ કરશે. આ પ્રદર્શનમાં સમર્થકોએ માસ્ક,સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદાઓનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો