તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Today Is The Healthiest Day In Rajkot After The Second Deadly Wave, With Zero Cases Reported By Noon, The Situation Is Returning To Normal.

કોરોના રાજકોટ LIVE:બીજી ઘાતક લહેર બાદ આજે રાજકોટનો સૌથી સ્વસ્થ દિવસ,બપોર સુધીમાં ઝીરો કેસ નોંધાયા, સ્થિતિ સામાન્ય થવા તરફ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે 6646 લોકોએ વેક્સિન લીધી

રાજકોટ આજે બપોર સુધી કોરોના મુક્ત બન્યું છે. શહેરમાં કોરોના વાયરસ ખાત્મા તરફ આગળ વધી રહ્યો છે. જેને પગલે આજે બપોર સુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42675 પર પહોંચી છે. 320 દર્દી સારવાર હેઠળ છે. મ્યુકોરમાઈકોસિસ બાદ હવે પોસ્ટકોવિડ MIS-Cના બાળદર્દીની સંખ્યા પણ ઘટી રહી છે. રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 6646 લોકોએ કોરોના વેક્સિન લીધી છે.

કોરોના પીક પર હતો ત્યારે રોજ નવા 10થી 12 બાળક સારવાર લેતા
​​​​​​​
કોરોના સંક્રમણ માત્ર વયોવૃદ્ધ લોકોમાં જ નહિ નાના બાળકોમાં પણ જોવા મળ્યું હતું, ખાનગી હોસ્પિટલના જ્યારે કોવિડ પીક પર હતો, તે સમયે પ્રતિ દિવસ 10થી 12 બાળકો કોવિડ સારવાર લેવા માટે આવતા હતા. પરંતુ ત્યારબાદ 4થી 6 સપ્તાહ બાદ એમએસઆઈસી બાળકોમાં ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો. ત્યારે મે માસમાં આ પ્રકારના કેસ માટેનો પીક પિરિયડ માનવામાં આવતો હતો. પરંતુ જૂન માસની શરૂઆતમાં જ આ પ્રકારના કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો.

RTE હેઠળ એડમિશન મેળવવા મનપા દ્વારા વેબસાઈટ કાર્યરત
રાજકોટમાં હાલ ચાલી રહેલ પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયામાં જુદી જુદી કેટેગરીના બાળકોને RTE હેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. જે તે કેટેગરીના બાળકો પ્રવેશ માટે પ્રમાણપત્રો નિયત સમયમાં સરળાથી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંદ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં રહેતા કુટુંબોના બાળકો કે જેને સંતાનમાં માત્ર દીકરી જ હોય તેઓને આ અંગેનું પ્રમાણપત્ર અપાશે. આ માટેની વ્યવસ્થા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે જે અંગેની જવાબદારી આરોગ્ય શાખાના જન્મ-મરણ વિભાગના સુપ્રિટેન્ડેન્ટને સોંપવામાં આવી છે. આ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા પરિવારના વાલીઓએ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ http://www.rmc.gov.in/rmcwebsite/docs/RTESingleGirlChild_AppliSogandnamu.pdf પરથી ફોર્મ ડાઉનલોડ કરી નમુના પ્રમાણે સોગંદનામું કરી રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે અરજી કરવાની રહેશે.

'આપ'નું કલેક્ટરને આવેદન
રાજકોટમાં આજે આમ આદમી પાર્ટી' મહિલા મોરચા દ્વારા કન્યા શાળાની ગ્રાન્ટ સમયસર મંજુર કરવા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટેડ કન્યા શાળાઓને અપાતી ગ્રાન્ટ સમયસર આપવા રજુઆત કરાઈ હતી અને આ મુદ્દે કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવા આપી ખાતરી આપી હતી

અન્ય સમાચારો પણ છે...