તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:આજે શનિવારી અમાસ, કાલે રવિ પુષ્યામૃત યોગ, સોમવારે અષાઢીબીજ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાલે સવારે 6.11 કલાકથી રાત્રીના 2.22 મિનિટ સુધી રવિપુષ્પામૃત યોગ

જેઠ વદ અમાસ અને શનિવાર તા.10ના દિવસે શનિવારી અમાસ છે. શનિવારી અમાસનું મહત્ત્વ શનિગ્રહના દાન,જપ, તપ માટે વધારે છે. અષાઢ મહિનાનો પ્રારંભ તા.11ને રવિવારના દિવસે આખો દિવસ રવિપૃષ્પામૃત યોગ છે. સૂર્યોદયથી એટલે કે સવારના 6.11 મિનિટથી રવિવારની રાત્રીના 2.22 મિનિટ સુધી રવિ પુષ્પામૃત યોગ આખો દિવસ અને રાત્રીના છે. તારીખ 12ના સોમવારે અષાઢી બીજ છે. આ દિવસે ભગવાન જગન્નાથજી નગર જોવા રથમાં નીકળશે.

આ દિવસે ખેડૂતો બળદને શણગાર કરે છે. શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે શનિગ્રહ કર્મના ફળનો દાતા છે. એટલે કે જેવા કર્મ કરેલા હોય તેવું શનિગ્રહ ફળ આપે છે. શનિવારી અમાસનો દિવસે ઉત્તમ છે. રવિવારે રવિ પુષ્પામૃત યોગનો દિવસ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં વૃદ્ધિ એટલે કે વધારો કરવાના ગુણ છે. સૂર્ય છે તે ગ્રહોનો રાજા છે. રવિવારના દિવસે સોનુ-ચાંદી ખરીદવું, નવુ વાહન ખરીદવું, ગૃહ ઉપયોગી વસ્તુની ખરીદી કરવી, પૂજાનો સામાન ખરીદવો, શ્રીયંત્રની ખરીદી કરવી શુભ છે. રવિવારે અષાઢ મહિનાનો પ્રારંભ રવિપુષ્પામૃત યોગથી થતા શુભ છે તથા ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થશે.

અષાઢી બીજના શુભ સમયની યાદી
દિવસના ચોઘડિયા
અમૃત: 6.12 થી 7.52
શુભ: 9.32 થી 11.12
ચલ: 2.33 થી 4.13
લાભ: 4.13 થી 5.53
અમૃત: 5.53 થી 7.33
રાત્રીના શુભ ચોઘડિયા
ચલ: 7.33 થી 6.43
અભિજિત મુહૂર્ત:
બપોરે 12.26 થી 1.19

અન્ય સમાચારો પણ છે...