રાજકોટના સમાચાર:વેરા વસુલાત શાખાએ 11 મિલકત સીલ કરી, ટાઉન પ્લાનિંગ શાખાએ આદર્શ એવન્યૂની સામે 8 દુકાન તોડી પાડી

રાજકોટ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં આજે વેરા-વસુલાત શાખા દ્વારા 11 મિલકતને સીલ કરવામાં આવી છે. તેમજ 1 નળ કનેક્શન કાપવામાં આવ્યું છે. આ ઉપરાંત 46 મિલકતને ટાંચ જપ્તની નોટિસ ફટકારી 85.37 લાખની રિકવરી કરવામાં આવી છે. વેરા વસુલાત શાખાએ આજ દિન સુધીમાં કુલ 287.15 કરોડની આવક કરી છે. જ્યારે ટાઉન પ્લાનિંગ શાખાએ વોર્ડ નં.11માં આદર્શ એવન્યૂની સામે 8 દુકાન તોડી પાડી 80 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરી હતી.

ક્યાં વિસ્તારમાં કઈ કાર્યવાહી કરાઇ

  • બજરંગ વાડીમાં 4 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપી
  • કસ્તુરબા રોડ પર 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 66 હજારની રિકવરી
  • શીતલ પાર્ક પાસે 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 61 હજારની રિકવરી
  • નુતન પ્રેસ રોડ પર 1 નળ કનેક્શન કાપી રૂ.1.03 લાખની રિકવરી
  • અમરનાથ પાર્કમાં 4 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપી
  • કુવાડવા રોડ પર આવેલ 2 યુનિટ સીલ કર્યા
  • ભગવતીપરા મેઇન રોડ પર 1 યુનિટની નોટિસ સામે 1.03 લાખની રિકવરી
  • સિદ્વી વિનાયક પાર્ક પાસે 5 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપી
  • પેડક રોડ પર 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 1 લાખની રિકવરી
  • આર.પી.રોડ પર આવેલ 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 60 હજારની રિકવરી
  • ડો.રાજેન્દ્રપ્રસાદ રોડ પર 1 યુનિટની નોટિસ સામે 25 હજારની રિકવરી
  • યાજ્ઞિક રોડ પર 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 56 હજારની રિકવરી
  • કાલાવાડ રોડ પર 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 1.10 લાખની રિકવરી
  • 150 ફૂટ રિંગ રોડ પર 4 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપી.
  • યુનિ. રોડ પર 4 યુનિટને નોટીસ આપી
  • મવડી રોડ પર 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 1.50 લાખની રિકવરી
  • રાધિકા પાર્કમાં 3 યુનિટને નોટિસ આપી
  • ​​​​​​​ગુરુપ્રસાદ ચોકમાં 3 યુનિટને ટાંચ જપ્તીની નોટિસ આપી
  • બાપુનગરમાં 3 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ આપી
  • 80 ફૂટ રોડ પર 2 યુનિટને ટાંચ જપ્તીની નોટિસ આપી
  • પેલેસ રોડ પર 1 યુનિટને નોટિસ સામે રિકવરી રૂ.1.65 લાખ
  • આજી રિંગ રોડ પર 1 યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી સાથે 99 હજારની રિકવરી
  • કોઠારિયા મઇન રોડ પર 1 યુનિટના બાકી માગણા સામે સીલની કર્યવાહી કરતા રિકવરી રૂ.1.20 લાખ

વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમનો લાભ લેવા અનુરોધ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 31/03/2023 હોય, વધુમાં વધુ કરદાતાઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

8 દુકાન પર બૂલડોઝર ફરી વળ્યું
ટાઉન પ્લાનીગ શાખા દ્વારા વેસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તાર વોર્ડ નં. 8, 11 અને 12માં ગેરકાયદેસર દબાણ કે બાંધકામ દૂર કરવા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં વોર્ડ નં.8માં પંચવટીનગરમાં દિલીપભાઈ કપુપરાના ઘર આગળના માર્જીન પર બૂલડોઝર ફરી વળી 90 મીટર જગ્યા ખુલ્લી કરાઇ હતી. તેમજ વોર્ડ નં.11માં આદર્શ એવન્યૂની સામે 8 દુકાન તોડી પાડી 80 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...