કોરોના રાજકોટ LIVE:આજે બપોર સુધીમાં 0 કેસ, સોસાયટી, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓમાં 25 લોકો વેક્સિન લ્યે તો મોબાઈલ વાન આવશે, નંબર જાહેર કરાયા

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરના 21 આરોગ્ય કેન્દ્રો, દરેક મેઈન વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, પી.ડી.યુ. હોસ્પિટલમાં વેક્સિનેશન

આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન મહાઅભિયાન છે. આ અનુસંધાને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એક બેઠક યોજી હતી. જેમાં આજે વધુને વધુ લોકો વેક્સિન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વેક્સિનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સિનેશન અભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે. વેક્સિન લેવામાં સાવ બાકી હોય તેઓને આ અભિયાનમાં કોવિશીલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે. જ્યારે પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને 84 દિવસ થઇ ગયાં હોય તેઓને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. સંસ્થા, સોસાયટી, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થામાં 25 કે તેથી વધુ લોકો વેક્સિન લ્યે તો મોબાઈલ વાન પણ મોકલાશે અને આ માટે નંબરો જાહેર કરવામાં આવ્યા છે. આજે બપોર સુધીમાં 0 કેસ નોંધાયા છે.

મનપાએ જાહેર કરેલા નંબરો

  • રહેણાંક સોસાયટી માટે- 97145 03744
  • શૈક્ષણિક સંસ્થા માટે- 99789 88789
  • ટ્રસ્ટ/અન્ય સંસ્થા માટે- 97145 03745

21 આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 21 આરોગ્ય કેન્દ્રો, દરેક મેઈન વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, પી.ડી.યુ. હોસ્પિટલમાં તથા પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સાઈટ ચાલુ કરી છે. ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગસોસાયટી, કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. જે સંસ્થા/સોસાયટી/ઉદ્યોગ/શૈક્ષણિક સંસ્થામાં 25 કે તેથી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય તો મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ વાન પણ મોકલવામાં આવશે. મોબાઈલ વાન મંગાવવા માટે ઉપરના નંબર પર ફોન કરી જાણ કરવાની રહેશે.

રાજકોટમાં આ જગ્યાએ વેક્સિનેશનની કામગીરી.
રાજકોટમાં આ જગ્યાએ વેક્સિનેશનની કામગીરી.

તમામ અધિકારીઓને જવાબદારી સોંપાઇ
આ અભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ્સ, હોકાર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનરો, સિટી એન્જિનિયરો, આસિસ્ટન્ટ કમિશનરો, અન્ય વહીવટી અધિકારીઓ, તબીબો વગેરેને જુદી જુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવી છે.

કોરોનાની કુલ કેસની સંખ્યા 42828 પર પહોંચી
રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા 2 કેસ નોંધાયા બાદ રૈયા વિસ્તારમાંથી વધુ એક કેસ આવ્યો છે પણ તે માત્ર 3 જ વર્ષનું બાળક હોવાથી તંત્ર દોડતું થયું છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર રૈયા ગામ વિસ્તારમાં રહેતા 3 વર્ષના બાળકની તબિયત ખરાબ રહેતા સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ શુક્રવારે સાંજે આવ્યો હતો જેમાં કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. કુલ કેસની સંખ્યા 42828 પર પહોંચી છે.