તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:રાજકોટમાં આજે ભાઈબીજે સિટી અને BRTS બસમાં મહિલાઓ માટે ફ્રીમાં મુસાફરી

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મનપા દ્વારા મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરાવવામાં આવે છે

ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. આજે 17 નવેમ્બરના રોજ ભાઈબીજના દિવસે મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રીમાં મુસાફરી કરાવવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. આથી આજે રાજકોટની મહિલાઓ ફ્રીમાં મુસાફરીનો લાભ રહી છે.

ઘણા વર્ષોથી રક્ષાબંધન તથઆ ભાઈબીજે ફ્રીમાં મુસાફરી કરાવામાં આવે છે
રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એક યાદીમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં મહિલાઓને ફ્રીમાં મુસાફરીની સવલત આપવામાં આવે છે.

ફ્રી બસ સેવાનો લાભ લેવા મનપાની અપીલ
આ જ રીતે આજે ભાઈબીજ નિમિત્તે રાજકોટ મહાનાગપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓને આવન-જાવન માટે ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો