પ્રવેશ પરીક્ષા:મહાપાલિકાના ફ્રી કોચિંગ માટે આજે પ્રવેશ પરીક્ષા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • GPSC કોચિંગ માટે 1200, વર્ગ-3 માટે 1600 દાવેદાર, 2800માંથી 374ની પસંદગી કરાશે

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રથમ વખત સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિનામૂલ્યે કોચિંગ ક્લાસનું આયોજન કર્યું છે જેમાં જોડાવા ઇચ્છતા ઉમેદવારો માટેની પ્રવેશ પરીક્ષા રવિવારે સવારે 11 વાગ્યે કુંડલિયા કોલેજમાં રાખવામાં આવી છે જેમાં કુલ 2800 ઉમેદવાર નોંધાયા છે.

1200 ઉમેદવાર જીપીએસસી વર્ગ-1 અને 2ના કોચિંગ માટે જ્યારે 1600 ઉમેદવાર વર્ગ-3 માટેના કોચિંગ ક્લાસ માટે પરીક્ષા આપશે. મેયર ડો. પ્રદીપ ડવના જણાવ્યા અનુસાર આ ઉમેદવારોમાંથી મેરિટના આધારે 374ની પસંદગી કરાશે જેમાં 187 વર્ગ 1 અને 2 જ્યારે 187 ઉમેદવારને વર્ગ-3ના વિનામૂલ્યે ઓનલાઈન કોચિંગ અપાશે.ઓનલાઈન કોચિંગ માટે રાજકોટ મનપાની 3 લાઇબ્રેરી પસંદ કરાઈ છે.

એક બેચમાં રૈયા રોડ પર આવેલી બાબુભાઈ વૈદ્ય લાઇબ્રેરીમાં 100 વિદ્યાર્થીને કોચિંગ અપાશે. જ્યારે શ્રોફ રોડ દત્તોપંત ઠેંગડી લાઇબ્રેરીમાં 50 તેમજ જિલ્લા ગાર્ડન સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર લાઇબ્રેરીમાં 37ને કોચિંગ અપાશે. આ રીતે બે બેચ શરૂ કરી કુલ 374ને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાશે આ માટે ગાંધીનગરની સંસ્થા સાથે મનપાએ એમઓયુ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...