કોરોના રાજકોટ LIVE:આજે એક પણ કેસ નોંધાયો નહીં, શહેરમાં 98% અને જિલ્લામાં 90% લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો

રાજકોટએક દિવસ પહેલા
  • કૉપી લિંક
કલેકટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
કલેકટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસ્વીર
  • 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 1838 નાગરિકોએ વેક્સિન લીધી

રાજકોટમાં કોરોનાના બે દિવસમાં એક-એક કેસ નોંધાયા બાદ આજે એક પણ કેસ નોંધાયો નથી. કુલ કેસની સંખ્યા 42829 પર પહોંચી છે. તેમજ અત્યાર સુધીમાં 42366 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરમાં આજે 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 1838 નાગરિકોએ રસી લીધી હતી. તાજેતરમાં જ સરકાર દ્વારા દેશભરમાં બે થી 18 વર્ષના બાળકોને કોરોના વિરોધી કોવેક્સિન આપવાની મંજુરી મળી ગઈ છે. આ અંગે જિલ્લામાં પ્રથમ તબકકામાં 3 લાખ બાળકોને કોરોનાની રસી અપાશે. રાજકોટ શહેરમાં આજે કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 2957 નાગરિકોએ રસી લીધી હતી.

શહેરમાં 98% લોકોને પ્રથમ ડોઝ અપાઇ ગયો
કોરોના સામે રસીકરણ અભિયાન હેઠળ રાજકોટ શહેરમાં 98%ને તેમજ જિલ્લામાં 90% લોકોને પ્રથમ ડોઝ અપાય ચૂક્યો છે. રાજકોટ શહેરમાં 11,23,979 લોકોને પ્રથમ તેમજ 6,22,720 લોકોને બીજા ડોઝ સાથે શહેરમાં કુલ 17,46,399 ડોઝ રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં 10,62,410 લોકોને પ્રથમ તેમજ 5,06,978 લોકોને બીજો ડોઝ મળી કુલ 15,69,388 ડોઝ જિલ્લામાં અપાય ચુક્યા છે. શહેરમાં 55% અને જિલ્લામાં 43% લોકોને બંને ડોઝ રસીના અપાય ચુક્યાનું અને અત્યાર સુધીમાં શહેર તેમજ જિલ્લામાં 33,15,787 ડોઝ સાથે રસીકરણ કરાયું હોવાનુ વિભાગીય નિયામક રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

ગાઈડલાઈનની રાહ જોવાઈ રહી છે
ગુજરાતમાં બાળકોના રસીકરણની તૈયારીઓ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે વધુમાં કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવેલ હતું કે હાલ સરકારની ગાઈડલાઈનની રાહ જોવાઈ રહી છે. સરકારની ગાઈડલાઈન આવે એટલે તુરંત જ રસીકરણ શરુ કરી દેવામાં આવશે. બાળકોમાં જે સર્વે કરાયો હતો તે ડેટા વેકસીનેશનમાં પ્રાયોરીટી નકકી કરવા માટે મહત્વનું સાબીત થશે.

શાળાઓમાં રસીકરણ કેન્દ્ર શરુ
આ ઉપરાંત તંત્ર પાસે આરસીએચ ડેટા, શાળા આરોગ્ય ચકાસણી અને એએનસી મધર્સનો ડેટા છે. આ કારણે કેટલા લાભાર્થી છે તેનો સચોટ આંક મેળવીને ત્યાં સુધી પહોંચી રસીકરણ થશે. તેઓએ એવું પણ જણાવેલ હતું કે શાળાઓમાં રસીકરણ કેન્દ્ર શરુ કરવાની વાત કરાઈ છે. આ કારણે વેકસીનેશનને ઝડપ મળશે. પરંતુ જયારે સરકારમાંથી સ્પષ્ટ ગાઈડલાઈન આવે તે મુજબ આયોજન ઘડવામાં આવશે.