નો ટોબકો ડે:કોરોના કરતા તમાકુ ઘાતક, દેશમાં દર 8 સેકન્ડે એક વ્યક્તિનું મોત, કુલ 4980 લોકોના મૃત્યુ

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી 3 માસમાં ગુજરાતમાં 960

સમગ્ર વિશ્વમાં 31 મેને વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે તમાકુ અને તેની બનાવટના વ્યસનીઓએ સૌથી વધુ સમજવાની બાબત એ છે કે, હાલમાં સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના કરતા પણ ખતરનાક આ તમાકુની લત છે. માત્ર ગુજરાત કે ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મૃત્યુના આંકડા જોઇએ તો તમાકુને કારણે દરરોજ થતા મૃત્યુ કરતા કોરોનાથી થનારા મોતની સંખ્યા ઓછી જ છે.દેશમાં દર આઠ સેકન્ડે એક વ્યક્તિનું તમાકુને કારણે મૃત્યુ થાય છે ત્યારે કોરોનાને કારણે ભારતમાં અત્યાર સુધીમાં 4980 અને ગુજરાતમાં 960 લોકોના મૃત્યુ થયા છે.

એક સરવે મુજબ ગુજરાતના 51 ટકા પુરુષો અને 7 ટકા મહિલાઓને સિગારેટ, બીડી, સિગાર પાઇપ, હુક્કા, ગુટખા, તમાકુનું વ્યસન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ  વિશ્વમાં દર વર્ષે 80 લાખથી વધુ લોકોના મૃત્યુ તમાકુને કારણે થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ સિગારેટથી ફેફસાં નબળા પડે છે અને કોવિડ-19 પણ સીધો ફેફસાં પર જ એટેક કરે છે.  લોકડાઉન દરમિયાન તમાકુની બનાવટના ખૂબ કાળાબજાર થયા હતા. આર્થિક ફટકો મોટો આવતા ઘણાં લોકોએ વ્યસન ત્યજી દેવા મન પણ બનાવી લીધા હતા.

વ્યસનમુક્તિનો મનોવૈજ્ઞાનિક ઉપચાર
મનોવિજ્ઞાનનો અભ્યાસ જણાવે છે કે, કોઇપણ પ્રકારનું તીવ્ર વ્યસન ભલે હોય જો વ્યક્તિ મનોબળ ધરાવતો હોય તો આરામથી તેનાથી મુક્ત થઇ શકે છે. ચર્ચા, વિચારણા અને ચિકિત્સાત્મક ઉપચારથી આરામથી વ્યસન મુક્ત થઇ શકાય છે. ભય ગમે તેવા છૂટવાની ભાવના આપતો હોય છે. હાલમાં મહામારીનો ભય છે તેમાં પણ કોરોના વિશે તાત્કાલિક અભ્યાસો તો જણાવે છે કે, જે વ્યક્તિને શરાબ અથવા ધૂમ્રપાનની આદત હોય છે તેઓને કોરોના થવાની શક્યતા વધી જતી હોય છે. કોરોનાએ ન્યુમોનિયા જેવો છે જે લોકોના ફેફસાં ધૂમ્રપાનથી નબળા થઇ ગયા હશે જેમને શ્વાસની તકલીફ હશે તે લોકોને કોરોનાનો ચેપ ઝડપથી લાગવાની શક્યતા છે. માટે આ તક છે કે લોકો ધૂમ્રપાન છોડી દયે. કોઇપણ વ્યસનનો સમય હોય છેવટે તે સમયે જો પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તો વ્યસન છૂટી જતું હોય છે. કે > ડો.યોગેશ જોગસણ, પ્રોફેસર, મનોવિજ્ઞાન ભવન

અન્ય સમાચારો પણ છે...