• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • To Win The Trust Of Voters, Education Minister Jitu Waghan Will Arrive In Rajkot District Tomorrow And Will Hoist The Flag At Khodaldham Kagwad.

જન આશીર્વાદ યાત્રા:મતદારોનો વિશ્વાસ જીતવા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આવતીકાલે રાજકોટ જિલ્લામાં આવશે, ખોડલધામ કાગવડ ખાતે ધ્વજારોહણ કરશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ફાઈલ તસવીર
  • અગાઉ ગુજરાતના પાંચ સાંસદોએ જનતાના આશીર્વાદ લીધા હતા

રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પાટીદારોની નારાજગી અને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષને જોતા ભાજપ હાઈ કમાન્ડે હાલમાં જ આખે આખી સરકાર બદલી નાખી અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ સુધીમાં ફેરફાર કરી દેવાયો. ત્યારે ચૂંટણી અગાઉ ફરી લોકોનો વિશ્વાસ જીતવા માટે ભાજપ હવે નવા મંત્રીઓને પ્રજાની વચ્ચે પ્રજાનું ઋણ સ્વીકાર કરવા જન આશીર્વાદ યાત્રા થકી નવ નિયુક્ત મંત્રીઓ પ્રજાના દ્વાર સુધી જઈ રહ્યા છે. ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી આવતીકાલથી રાજકોટ જિલ્લામાં આવશે. જેમાં ખોડલધામ કાગવડ ખાતે ધ્વજારોહણ કરશે.

જન આશીર્વાદ યાત્રાનો કાર્યક્રમ નીચે મુજબ છે
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીનું સૌપ્રથમ કુવાડવા ખાતે આવિતકાલે તારીખ 7 ઓક્ટોબરના રોજ સવારે 09:30 કલાકે આગમન થશે જ્યાં સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા ભાજપના આગેવાનો અને સંસ્થાઓના અગ્રણીઓ તેનું સ્વાગત કરશે. ત્યારબાદ પારડી ખાતે સવારે 10:45 કલાકે વિરપુર ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. જ્યાં તેમને સંતો મહંતો પણ આશીર્વાદ આપશે.ખોડલધામ કાગવડ ખાતે બપોરે 12:30 કલાકે તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવશે. બપોર બાદ 2 કલાકે જેતપુર ખાતે ડાઇગ એસોસીએશનના કાર્યક્રમ અને 3:30 કલાકે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે તેઓ ઉપસ્થતિ રહેશે. કોટડા સાંગાણીમાં દત્ત મંદિર ખાતે સાંજે 5 કલાકે અને 6 કલાકે શાપરર ખાતે ઉદ્યોગપતિઓ દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘણીનું સ્વાગત કરવામાં આવશે. તા.8 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેરમાં સવારથી રાત્રી સુધી અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જન આશીર્વાદ યાત્રાના વાહનની ફાઈલ તસવીર
જન આશીર્વાદ યાત્રાના વાહનની ફાઈલ તસવીર

અગાઉ ગુજરાતના પાંચ સાંસદોએ જનતાના આશીર્વાદ લીધા હતા
નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીની સરકારમાં ગુજરાતના પાંચ સાંસદોએ મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થતા જનતાના આશીર્વાદ લેવા 16મી ઓગસ્ટથી 21મી ઓગસ્ટ સુધી “જન આશીર્વાદ યાત્રા” યોજી હતી. સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના 43 મંત્રીઓ 212 લોકસભા અને 19 હજાર કિ.મીથી વધુ યાત્રા કરીને પ્રજાના દ્વાર સુધી પહોચવાનો પ્રયાસ કર્યો હતો. નવ નિયુક્ત કેન્દ્રિયમંત્રીઓ સતત પોતાના મત વિસ્તારમાં પ્રજાના સંપર્કમાં હોવાથી પ્રજાએ તેમને આશીર્વાદ આપીને સંસદમાં મોકલી આપ્યા છે. આ “જન આશીર્વાદ યાત્રા”માં વડાપ્રધાન મોદીની સરકાર દ્વારા થયેલા જન કલ્યાણ તેમજ વિકાસના કાર્યોની નક્કર માહિતી તેમજ આવનારા દિવસોમાં પોતાના મંત્રાલય દ્વારા વિકાસના કાર્યોની રૂપરેખા લોકો સમક્ષ રજુ કરી હતી.