તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ખેતી બચાવવા માટે 11 નિષ્ણાત સૌરાષ્ટ્રના ખેતરે ખેતરે ફરે છે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
જમીનમાં ઓછા ખર્ચે વધુ નફો થાય અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર બને તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. - Divya Bhaskar
જમીનમાં ઓછા ખર્ચે વધુ નફો થાય અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર બને તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
 • ઉત્કર્ષ પ્રોજેક્ટ બાદ ખેડૂત ભેગા મળીને ખેતી કરવા લાગ્યા
 • ખેડૂતના દીકરા-દીકરીના સગપણની સમસ્યાનું નિરાકરણ લાવે છે

100 વીઘા જમીન ધરાવનાર ખેડૂત એક સાતીનો ખેડૂત કહેવાતો હતો. સમય જતાં ભાયુભાગ થતા એક ખેડૂતને નાના ટુકડામાં ખેતી કરવી પડી રહી છે. જેમાં ખર્ચ વધુ આવે છે. નાની જમીનમાં ઓછા ખર્ચે વધુ નફો થાય અને ખેડૂત આર્થિક રીતે સદ્ધર બને તે માટે સમસ્ત પાટીદાર સમાજે ઉત્કર્ષ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. જે અંતર્ગત 11 નિષ્ણાતની ટીમ બનાવવામાં આવી છે. જેમાં ટ્રેક્ટર રિપેરિંગ કરતો ગેરેજ સંચાલક, કૃષિ વૈજ્ઞાનિક, ખેતીમાં ઉપયોગી સાધનો બનાવતા ઉદ્યોગકારનો સમાવેશ થાય છે. જે ખેડૂતની સમસ્યાનું સમાધાન લાવી રહ્યા છે. આ માટે સૌરાષ્ટ્રના ખેતરે ખેતરે ફરે છે.

આ સિવાય ખેડૂત પુત્ર-પુત્રીના સગપણ જે મોટી સમસ્યા છે એનું નિરાકરણ લાવે છે. આ પ્રોજેક્ટથી ફાયદો એ થયો કે, ખેડૂત ઓર્ગેનિક ખેતી તરફ વળ્યો છે. એના પરિવારજનોને રોજીરોટી મળવા લાગી છે. મહિલાઓને નવું કામ મળતા પગભર બની છે.

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આ ઉત્કર્ષ પ્રોજેક્ટ અમલી બનાવવાનો ઉદ્દેશ સૌરાષ્ટ્રની ખેતીને બચાવવાનો અને તેના થકી ખેડૂત વધુ પગભર થાય તે છે. ઉત્કર્ષ પ્રોજેક્ટમાં 70 સભ્યની ટીમ મદદરૂપ બની રહી છે. આજે સૌથી મોટી સમસ્યા દીકરા-દીકરીના સગપણ માટેની છે.

ગ્રામ્ય વિસ્તારમાં કોઈ દીકરી દેવા તૈયાર થતા નથી એનું કારણ જાણીએ છીએ અને સમસ્યાનું સમાધાન લાવીએ છીએ, ખેડૂતના દીકરાનું સગપણ ખેડૂતની દીકરી સાથે થાય એથી પરિવારને, સમાજને શું ફાયદો થશે તેની સમજ આપવા શિબિર કરીએ છીએ. કેટલાક કિસ્સામાં ભાયુભાગ, બે ખેડૂત વચ્ચે ચાલતી તકરારનો હલ આવ્યો છે.

આખો પ્રોજેક્ટ ‘વિના સહકાર નહિ ઉધાર’ પર અમલી બનાવાયો છે

 • આ થીમ અંતર્ગત ખેડૂતોની ટીમ બનાવી ભેગા થઇ ખેતી કરવા જરૂરી સાધનો વસાવવા, પિયત મંડળી ઊભી કરી પાણી માટે પાઈપલાઈનો નાખવી, ખેતીને એક વ્યવસાય તરીકે ગણી અને ભેગા થઇ વાવેતર કરવું અને વેચાણ કરવાના ફાયદાઓ સમજાવવામાં આવે છે.
 • સંસ્થાના કૃષિ વિજ્ઞાનીઓની અને નિષ્ણાતોની ટીમ ખેતરોની મુલાકાત લઇ ઉત્પાદન કરેલ વસ્તુઓનું વધુમાં વધુ ભાવ કેમ મેળવવો, તેનું ગ્રેડિંગ જુદું કરી, પેકિંગ અને પ્રોસેસ કરી વધુ કમાણી કેમ કરવી, તેનું સંપૂર્ણ જ્ઞાન આપવામાં આવે છે.
 • વધુ આવક થાય તે માટે ખેતી સાથે પશુપાલન, મધમાખી ઉછેર, ગૃહઉદ્યોગ, સાથે પોતાની બ્રાંડ બનાવી ડાયરેક્ટ વેચાણ કરી શકે તે માટે મેલથી લઈને વોટ્સએપના ઉપયોગની તાલીમ આપવામાં આવે છે.
 • ખેતીકામ કરતી મહિલા, મજૂરોને મળીને તેને પડતી સમસ્યાનું સમાધાન લાવીએ છીએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો