તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:રાજકોટના કોઠારીયામાં 2300 સૂચિત બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા પ્રક્રિયા હાથ ધરાઇ, ચાર દિવસ સુધી કેમ્પ ચાલશે

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ કલેક્ટર તંત્રમાં આસામીઓની સુવિધાભરી સવલત માટે સ્થળ પર જ કેમ્પ રાખીને કામનો નિકાલ કરવાનું નક્કી થયું છે. - Divya Bhaskar
રાજકોટ કલેક્ટર તંત્રમાં આસામીઓની સુવિધાભરી સવલત માટે સ્થળ પર જ કેમ્પ રાખીને કામનો નિકાલ કરવાનું નક્કી થયું છે.
  • કોઠારિયામાં મોટાભાગનો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી આજે રજા હોવાથી બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલો કેમ્પ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે

બિનખેતી ન થઇ હોય તેવી જમીન પર રહેણાંક કે કોમર્શિયલ સૂચિત બાંધકામને રેગ્યૂલરાઇઝ કરાવવા માટે સરકારે વધુ એક તક આપી છે. સૂચિતમાં બાંધકામ ધરાવતા આસામીઓ બાંધકામ રેગ્યૂલરાઇઝ કરાવવા ઇચ્છતા હોય તેઓ માટે રાજકોટ કલેક્ટર તંત્રે આસામીઓની સુવિધાભરી સવલત માટે સ્થળ પર જ કેમ્પ રાખીને કામનો નિકાલ કરવાનું નક્કી થયું છે. શહેરના ત્રણેય ઝોનમાં આ રીતે કેમ્પ ચાલશે. આજે કોઠારિયાની 13 સોસાયટી માટે કેમ્પ રાખવામા આવ્યો છે. 2300 જેટલા બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવા માટે આજથી ચાર દિવસ માટે કેમ્પ શરૂ કરવામા આવ્યો છે. શહેર અને જિલ્લામાં 165 સોસાયટીમાં 26000 જેટલા મકાન કાયદેસર કરવા માટેની પ્રક્રિયા થશે.

શહેરના ત્રણેય ઝોનમાં કેમ્પ રાખવામા આવ્યો છે
સૂચિત જગ્યાના કેસમાં આ અગાઉ જ્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવ્યો હતો ત્યાંરે સુચિતના બાંધકામધારકોએ રસ લીધો ન હતો. તેની પાછળનું મુખ્ય કારણ એ હતુ કે, ઇમ્પેક્ટ ફીમાં માત્ર બાંધકામ જ કાયદેસર થતુ હતુ. જમીનનો માલિકી હક્ક આસામીને મળતો ન હતો. તેને ધ્યાને લઇને સુચિત બાંધકામને રેગ્યૂલરાઇઝ કરવા માટેનો આ કાયદો અમલી બનાવવામા આવ્યો છે. સૂચિત સોસાયટીમાં મકાન રેગ્યૂલરાઇઝ કરવા ઇચ્છતા હોય તેવા અરજદારોને કચેરીએ ધક્કા ખાવા ન પડે કે અન્ય કોઇ હેરાનગતિ ન થાય એ માટે કલેક્ટરે જે તે સૂચિત સોસાયટીઓમાં અધિકારીઓની ટીમને દોડાવવાનો એજન્ડા બનાવ્યો છે. શહેરના ત્રણેય ઝોનમાં કેમ્પ રાખવામા આવ્યો છે. આજથી કોઠારિયામાં કેમ્પ શરૂ થયો છે.

કોઠારીયાનો કેમ્પ તિરુપતિ પ્રાથમિક શાળામાં
કોઠારિયામાં 13 સુચિત સોસાયટીના 2300 બાંધકામને રેગ્યુલરાઇઝ કરવા માટે પ્રક્રિયા હાથ ધરાઈ છે. કોઠારિયામા મોટાભાગે ઔદ્યોગિક વિસ્તાર છે. આજે બુધવારે કારખાનાઓમાં રજા હોવાથી વધુમાં વધુ અરજદારો લાભ લઇ શકે તેવા હેતુથી કેમ્પનો સમય બપોરે 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી રાખવામા આવ્યો છે. કેમ્પનું સ્થળ તિરુપતિ પ્રાથમિક શાળા ખાતે રાખવામા આવ્યો છે. આમ તો કેમ્પ ચાર દિવસનો છે. પરંતુ જ્યા સુધી બધા અરજદારોના કામનો નિકાલ ન થઇ જાય તેટલા દિવસો સુધી કેમ્પ ચાલુ રાખવામા આવશે. તેમ મામલતદાર કે.એમ.કથીરિયાએ જણાવ્યું હતું.

કોઠારિયાની આટલી સુચિત સોસાયટી રેગ્યૂલરાઇઝ થશે
કૈલાસપાર્ક, પટેલ પાર્ક, શિવધારા- 300 બાંધકામ
બાલાજીપાર્ક 3- 80 બાંધકામ
બાલાજી પાર્ક 2- 150 બાંધકામ
ધરમનગર- 98 બાંધકામ
​​​​​​​અમરનગર- 97 બાંધકામ
ગણેશપાર્ક- 365 બાંધકામ
બાલાજી પાર્ક- 178 કોમર્શિયલ/ઔદ્યોગિક- 1032

ત્રણેય ઝોન માટે 12-12 અધિકારીઓની ટીમ બનાવી
આજથી કોઠારિયામાં કેમ્પ શરૂ કરાયો છે. આ સાથે શહેરના પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને જિલ્લાના ગ્રામ્ય સહિત ચારેય ઝોનમાં પણ સૂચિત સોસાયટીને રેગ્યુલરાઇઝ કરવા માટે કેમ્પ રહેશે. તમામ ઝોનમાં 12-12 અધિકારીઓની ટીમ બનાવવામા આવી છે. જેમા 3 નાયબ મામલતદાર, 9 મહેસુલી તલાટી અને તેની ઉપર મામલતદાર અને પ્રાંત અધિકારીનું મોનિટરિંગ રહેશે.

સાઉથ ઝોનમાં કેમ્પનો કાર્યક્રમ, સોસાયટી અને તારીખનું લિસ્ટ
વૃંદાવન સોસાયટી- તા.14
જલજીત સોસાયટી - તા.15
હિમાલય સોસાયટી- તા.16
શિવપાર્ક- તા.17
બજરંગ અને મંગલમ સોસાયટી- તા.18
મધુરમ અને જલારામ સોસાયટી- તા.14
​​​​​​​જલારામ સોસાયટી- તા.15
ન્યૂ ખોડિયાર- તા.17
​​​​​​​ન્યુ લક્ષ્મીનગર- તા.18
ન્યુ સત્યમપાર્ક- તા.19
​​​​​​​નાગબાઇ સોસાયટી- તા.20
જલારામ સોસાયટી- તા.21
​​​​​​​લાભદીપ સોસાયટી- તા.15
નૂતન આદીવાસી/ગેલ.આઇ.સોસા./ખોડિયારનગર- તા.16
​​​​​​​પંચનાથ સોસાયટી- તા.17
ત્રીમૂર્તિ- તા.19
​​​​​​​સુભાષનગર- તા.20 અને તા.21
બાલાજીપાર્ક- તા.14
​​​​​​​ખોડિયારનગર- તા.15
હરીદ્વાર- તા.16
​​​​​​​ન્યૂ ગોપાલપાર્ક- તા.17
માટેલ સોસાયટી- તા.18
​​​​​​​ઇન્દિરાનગર- તા.14
ધારેશ્વર- તા.15
​​​​​​​ભવનાથપાર્ક 1- તા.16
ગુલાબનગર- તા.17
​​​​​​​ન્યૂ રામેશ્વર- તા.18
પ્રિયદર્શન, આકાશદીપ- તા.19
​​​​​​​ભક્તિધામ- તા.20
ભરતવન- તા.21

રિધ્ધિ સિધ્ધિ- તા.22 અમરનગર- તા.14 ​​​​​​​ન્યૂ માયાણીનગર- તા.15 પરમેશ્વર- તા.16 ​​​​​​​ન્યૂ પરમેશ્વર- તા.17 યોગેશ્વર- તા.18 ​​​​​​​અટિકા- તા.19 સ્વામીનારાયણપાર્ક- તા.20 ​​​​​​​ક્રિષ્નાપાર્ક- તા.21 રામેશ્વર- તા.14થી તા.19 ​​​​​​​ગોપવંદના- તા.20 અયોધ્યા- તા.21 ​​​​​​​જમનાનગર- તા.22 દેવનગર- તા.14 ​​​​​​​જશરાજનગર- તા.15 ગિરનાર, વિશ્વનગર, ચામુંડા- તા.16 ચામુંડા- તા.17 ગુલાબનગર- તા.18 ન્યૂ જલારામ- તા.19 અને 20 ન્યૂ પારસ સોસાયટી- તા.14 ​​​​​​​ગુરૂકુપા- તા.15 શ્રીજી અને સદગુરુનગર- તા.16 રજત સોસા.- તા.17 શ્યામપાર્ક- તા.18 ​​​​​​​ચંદ્રેશનગર- તા.19 રાધેશ્યામ - તા.20 પૂનમ- તા.21 આદિત્યપાર્ક અને પટેલ પાર્ક- તા.14 શ્રધ્ધા- તા.15 ન્યુ રાજદીપ- તા.16

ઇસ્ટ ઝોનનો કાર્યક્રમ, સોસાયટીનું નામ અને તારીખ
​​​​​​​સંજયનગર- તા.14
રાજારામ- તા.15,16 અને 17
​​​​​​​જુનુ સુર્યોદય- તા.18
નવુ સુર્યોદય- તા.19
પટેલ પાર્ક- તા.20
બાલાજીપાર્ક- તા.21
​​​​​​​ગુરુદેવપાર્ક- તા.22
રામપાર્ક- તા.23
એલ.પી.પાર્ક- તા.24
સિતારામ- તા.25
​​​​​​​રત્નદીપ- તા.26
કેયુરપાર્ક- તા.27
ભગીરથ- તા.28
પંચવટી ટાઉનશીપ- તા.29
ગાંધી સ્મૃતિ- તા.30
સોમનાથપાર્ક અને આશાપુરા પાર્ક- તા.31
​​​​​​​સંતકબીર, વૃંદાવન- તા.1 ઓગસ્ટ
તિરુપતિ બાલાજીપાર્ક- તા.14
મહાશક્તિપાર્ક અને ખોડિયારપાર્ક- તા.15
ખોડિયારપાર્ક 4- તા.16
​​​​​​​ભગવતીપાર્ક- તા.17
શક્તિ સોસા(રેલનગર પાસે)- તા.18
જય નંદનવન- તા.19
અંબિકાપાર્ક - તા.20
​​​​​​​ન્યુશક્તિ અને જારિયા સોસા.- તા.21
મીરાપાર્ક- તા.22
​​​​​​​પટેલપાર્ક- તા.23
ગાંધી સ્મૃતિ- તા.24
​​​​​​​મારુતિનગર 1- તા.25
મુરલીધર- તા.26
ગાંધી સ્મૃતિ કો-ઓપ અને મારૂતિનગર કો-ઓપ.- તા.27
કેદારનાથ- તા.13
​​​​​​​રામનગર- તા.14
લક્ષ્મણપાર્ક- તા.15
ત્રિવેણી- તા.16
​​​​​​​ન્યુ ગાંધી સ્મૃતિ- તા.17
સાગર અને ન્યુ સાગર- તા.18
​​​​​​​મારૂતિનગર- તા.19
મેઘાણીનગર- તા.20
​​​​​​​સિધ્ધાર્થનગર- તા.14
દિપ્તીનગર- તા.15
​​​​​​​નાડોદાનગર- તા.16
શ્યામનગર- તા.17
​​​​​​​મારૂતિનગર- તા.18
ન્યુ શક્તિ - તા.19

વેસ્ટ ઝોનનો કાર્યક્રમ
વેસ્ટ ઝોનમાં એકમાત્ર ગોપાલનગર અને ગોવિંદનગરમાં કેમ્પ રાખવામા આવ્યો છે. બાકીની સોસાયટીઓમાં અગાઉ થયેલા પ્રયત્ન દરમિયાન અરજીઓ આવી ચૂકી છે. માત્ર ગોપાલનગર અને ગોવિંદનગર બાકી હોય તેના માટે તા. 16મીએ સાંજે 5થી 9 દરમિયાન કેમ્પ રહેશે.

અન્ય સમાચારો પણ છે...