તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણાંતિકા:એકના એક પુત્રની સગાઈનું આમંત્રણ આપવા પિતા પુનાથી રાજકોટ આવ્યા, હૃદય બેસી જતા મોત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

રાજકોટ19 દિવસ પહેલા
સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું.
  • ગત રાતે કુટુંબી ભાઈના ઘરની બહાર નીકળતા જ અચાનક ઢળી પડ્યા હતા

પુનામાં રહેતા અને એકના એક પુત્રની સગાઈનું આમંત્રણ આપવા માટે અનિલભાઈ મધુસુદનભાઈ દુદકીયા રાજકોટ આવ્યા હતા. રાજકોટમાં ચંદ્રેશનગર 9માં અલ્કા સોસાયટીમાં રહેતા કુટુંબી ભાઈ અજયભાઈ દુદકીયા ઘરે આવ્યા હતા. પરંતુ ગત રાતે ઘરની બહાર નીકળ્યા ત્યારે જ અચાનક જ ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ તબીબે મૃત જાહેર કરતા સ્વજનોમાં કલ્પાંત થયો હતો. બાદમાં હોસ્પિટલ ચોકીએ માલવીયાનગર પોલીસને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આવતા મહિને પુત્રની સગાઈ રાજકોટમાં હતી
મૃત્યુ પામનાર અનિલભાઇ ચાર ભાઇમાં ત્રીજા હતાં. પોતે પુનાના જ વતની હતાં. સંતાનમાં એક પુત્ર સૌરવ છે. જે પ્રાઇવેટ નોકરી કરે છે. પુત્રની આવતા મહિને સગાઇ હોય તેમનું આમંત્રણ આપવા અને રાજકોટમાં જ સગાઇ કરવાની હોય વાડી રાખવી હોય તે નક્કી કરવા માટે પણ આવ્યા હતાં. પરંતુ અચાનક જિંદગીનો અંત આવી ગયો હતો અને પરિવારની ખુશી શોકમાં પલટાય ગઇ હતી.

ધોરાજીમાં લગ્નમાંથી પરત ફરતી વખતે અકસ્માતમાં 3 યુવાનના મોત થયા હતા
બે મહિના પહેલા ધોરાજી ખાતે રહેતા મુસ્લિમ પરિવારનાં ઘરે લગ્ન પ્રસંગ હોય અને જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના મુસ્લિમ યુવાનો મુસ્તાકમીયા ઈબ્રાહીમમીયા સઈદ, હેજલભાઈ બસીરભાઈ રંગોનીયા અને સોહીલ મહમદ હનીફ મયરી સૈઈદ ધોરાજી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. લગ્ન પતાવી રાત્રે 11-30 કલાકે ધોરાજીના જૂનાગઢ રોડ પર લવલી વે બ્રીજ પાસે બે બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ ઉપરાંત અન્ય બાઈક સવાર મહમદશા અબ્દૂલ રજાકશા પોતાનું બાઈક લઈને નોકરીના કામે કારખાને જતા હતા. તેને પણ ટ્રક ચાલકે અડફેટે લેતાં ગુપ્તભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. માટે તેને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડ્યો હતો. મૃતક યુવાનોની ડેડબોડીને સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.