રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે મેયર ડો.પ્રદિપ ડવે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વર્ષે ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક એજન્સીઓ મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં પ્રત્યેક વૃક્ષ દીઠ રૂા.650થી 1250નો ખર્ચ થશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં વૃક્ષારોપણ થયા બાદ તેનું નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. તેથી મેયર દ્વારા આ અંગે નક્કર પગલાં લેવા નવતર પ્રયોગ હાથ ધરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
બે એજન્સીઓના ભાવ મળ્યા
જેથી ગો-ગ્રીન યોજના અમલમાં મૂકી વૃક્ષારોપણ માટે સંબંધક વિભાગ દ્વારા નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. ટેન્ડર પ્રક્રિયામાં બે એજન્સીઓના ભાવ આવેલ. બંને એજન્સી પૈકી માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃધ્ધાશ્રમ)ના લો એસ્ટ આવ્યા હતા.ટેન્ડરમાં બે પ્રકારની યોજનાની કામગીરી માટે ભાવ મંગાવવામાં આવેલ હતા. પ્રથમ યોજનામાં એજન્સી દ્વારા ખાડા-ખોદાણ, માટી, ખાતર, વૃક્ષારોપણ અનેટ્રી-ગાર્ડ સહિત લોએસ્ટ એજન્સીના પ્રતિ વૃક્ષ દીઠ રૂ.650/- તેમજ બીજી યોજનામાં ખાડા, માટી, ખાતર, વૃક્ષારોપણ વાવેતર પાણી અને ત્રણ વર્ષ નિભાવવાની જવાબદારી સાથે પ્રતિ વૃક્ષ દીઠ રૂ.1250/- આવેલ છે.
70 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે
બંને યોજના માટે શહેરના મુખ્ય માર્ગો સોસાયટીની શેરીઓ, કોમન પ્લોટ, સ્કુલના પટાંગણ કોર્પોરેશનની જુદી જુદી બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં વિગેરે જગ્યાઓ પર ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવશે.પર્યાવરણ બચાવવા તેમજ શહેર હરિયાળું બંને તે માટે મહાનગરપાલિકા કટીબદ્ધ છે. CM વિજય રૂપાણીએ આવેલ રામવન (અર્બન ફોરેસ્ટ)માં પણ 70 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે.
ખરાબાની જમીનોમાં પણ ફોરેસ્ટ ઉભા કરાશે
2જી ઓગષ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન પ્રસંગે વાગુદળ રોડ ખાતે મિયાવાંકી ફોરેસ્ટ અર્પણવિધિ પ્રસંગે તેમના વરદ હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ ફોરેસ્ટમાં 23,725 વૃક્ષોનું વાવતેર પણ કરવામાં આવેલ છે. હજુ પણ ખરાબાની જગ્યાઓ પર વધુ ને વધુ ઘનિષ્ઠ વૃક્ષારોપણ અને આવા ફોરેસ્ટ ઉભા થાય તેવું આયોજન હાથ ધરશે અને ચાલુ વર્ષે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવો નિર્ધાર કરેલ છે. પર્યાવરણની જતન થાય, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને કાર્બનમાં ઘટાડો થાય તેવો ઉદેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.