આત્મહત્યા:‘માનસિક અસ્થિરતાને કારણે આત્મહત્યા કરુ છું, મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી’ અંગ્રેજીમાં સ્યુસાઇડ નોટ લખી રાજકોટમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવાને ઘરે જ સીડીના એંગલમાં ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. - Divya Bhaskar
યુવાને ઘરે જ સીડીના એંગલમાં ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
  • ગાયકવાડીમાં થાઇરોઇડની બિમારીથી કંટાળી 45 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી

‘આઇ એમ કમિટિંગ સ્‍યુસાઇડ ઓન્‍લી બીકોઝ ઓફ માય મેન્‍ટલ ઇન્‍સ્‍ટાબિલિટી, નો વન એલ્‍ઝ ઇઝ રિસ્‍પોન્‍સિબલ ફોર માય ડેથ (હું મારી માનસિક અસ્થિરતાને કારણે જ આત્મહત્યા કરી રહ્યો છું, મારા મૃત્યુ માટે બીજું કોઈ જવાબદાર નથી)’ અંગ્રેજીમાં સ્યુસાઇડ નોટ લખી રાજકોટના રવિરત્‍ન પાર્ક ચોક પાસે જલારામ-4માં રહેતાં જીનેન્‍દ્ર દિપકભાઇ મહેતા નામના 23 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

પોલીસે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો
આ બનાવની જાણ 108 એમ્બ્યુલન્સના ઇએમટી ભાવીકાબેને કરતા કન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ ડી. બી. કાછડીયાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. આથી તપાસનીશ અધિકારી અજયસિંહ ચુડાસમાએ ઘટનાસ્‍થળે પહોંચી તપાસ કરતાં જીનેન્‍દ્ર મહેતાએ ઘરમાં સીડીના એંગલમાં ચાદર બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાતાં જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાયકવાડીમાં મહિલાએ રસોડામાં છત સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો.
ગાયકવાડીમાં મહિલાએ રસોડામાં છત સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો.

મૃતક યુવાન ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં જીનેન્‍દ્ર મહેતા ત્રણ ભાઇમાં નાનો અને અપરિણીત હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેના ભાઇ અને ભાભી દિવાળીની રજામાં પુના મામાને ત્‍યાં ગયા હતાં. ગઇકાલે ભાઇએ ફોન કરતાં ફોન રિસિવ ન થતાં પડોશીને તપાસ કરવા મોકલતાં દરવાજો અંદરથી બંધ હોય બારીની ગ્રીલ તોડી જોતાં જીનેન્‍દ્રએ ગળાફાંસો ખાઇ લીધાની જાણ થઇ હતી. પોલીસે સ્થળ પરથી સ્‍યુસાઇડ નોટને આધારે એવું અનુમાન કર્યુ છે કે, જીનેન્‍દ્રએ માનસિક અસ્‍થિરતાને કારણે આ પગલુ ભર્યું છે. તેના ભાઇ-ભાભી રાજકોટ આવ્‍યા બાદ પોલીસ નિવેદન નોંધશે અને આપઘાત અંગે ચોક્કસ કારણ જાણશે.

ગાયકવાડીમાં 45 વર્ષની મહિલાએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી
બીજી તરફ ગાયકવાડી શેરી નંબર 1માં કૃષ્‍ણભૂમિ એપાર્ટમેન્‍ટમાં રહેતાં કાજલબેન કમલેશભાઇ ચૌહાણ નામના 45 વર્ષીય મહિલાએ ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ હરેશભાઇ રત્‍નોતર અને તોરલબેન જોશીએ ઘટનાસ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
જેમાં પોલીસ તપાસમાં મૃતક કાજલબેનના પિતા હયાત ન હોવાનું અને તેમના માવતર ગાયકવાડીમાં જ રહેતા હોવાનું સામે આવ્યું છે.

મહિલા થાઇરોઇડની બિમારીથી કંટાળી ગઇ હતી.
મહિલા થાઇરોઇડની બિમારીથી કંટાળી ગઇ હતી.

મહિલાએ થાઇરોઇડની બિમારીથી કંટાળી આપઘાત કર્યાનું ખુલ્યું
પતિ કમલેશભાઇ નટવરભાઇ ચૌહાણ બૂટ ચપ્‍પલનો વેપાર કરે છે. તેને થાઇરોઇડની બિમારી હોય કંટાળી જઇ આપઘાત કરી લીધાનું બહાર આવ્‍યું હતું. બનાવ વખતે કાજલબેનના પતિ દુકાને હતાં અને પુત્ર ધોરણ દસમાં અભ્‍યાસ કરતો હોય તે ટ્યુશનમાં ગયો હતો. કાજલબેનના સાસુ બાજુમાં જ રહેતાં હોય તે ઘરે જમવાનું આપવા આવ્‍યા ત્‍યારે દરવાજો બંધ હતો. આથી ખખડાવવા છતાં નહીં ખોલાતાં પોલીસને બોલાવી દરવાજો તોડીને જોતાં કાજલબેન લટકતા જોવા મળ્યા હતા.