તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • To Make Government School High tech, To Give Bagless Education To Students, The Principal Spent All The Sum Insured After The Death Of His Son

સાચો શિક્ષક:સરકારી સ્કૂલના પ્રિન્સિપાલે પુત્રના મૃત્યુ બાદ વીમાના રૂ.25 લાખ વડે સ્કૂલને હાઈ-ટેક બનાવી, વિદ્યાર્થીઓને બેગલેસ એજ્યુકેશન અપાવ્યું

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • તમામ અભ્યાસક્રમ કોમ્પ્યુટર આધારિત અને ઓનલાઈન
  • 8 શિક્ષકો આપે છે શાળા ધોરણ 1થી 8 સુધીનું શિક્ષણ
  • ધો. 1થી 8 માટે શાળામાં હાઈ-ફાઈ ટેકનોલોજી સાથેના 8 સ્માર્ટ વર્ગખંડો

આજે સરકારી શાળા કરતા ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનો ક્રેઝ વધારે છે, તેનું એક કારણ ખાનગી શાળામાં આપવામાં આવતી સુવિધાઓ છે. ત્યારે અમે ગુજરાતમાં આવેલી કેટલીક એવી સરકારી શાળાઓ અંગે વાત કરી રહ્યાં છીએ. જે માત્ર આદર્શ શાળા જ નથી પરંતુ ખાનગી શાળાને ટક્કર મારે તેવી સુવિધા બાળકોને આપવામાં આવે છે. આવી જ એક શાળા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના સાંગણવામાં આવેલી છે. સાંગણવાની પ્રાથમિક શાળા રાજ્યની પ્રથમ બેગલેસ સ્કૂલ છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓ ટેબ્લેટ દ્વારા એજ્યુકેશન મેળવે છે. આ શાળામાં વિદ્યાર્થીઓને અદ્યતન સુવિધા પૂરી પાડવા માટે પ્રિન્સિપાલ સુભાષ રાઠોડે પોતાના પુત્રનું અકસ્માતમાં મોત નીપજ્યાં બાદ વીમાની જે 25 લાખ રૂપિયાની રકમ આવી હતી તેને ખર્ચી નાંખી હતી.

ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ શાળા
સાંગણવાની પ્રાથમિક શાળા ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ શાળા છે, શાળાના તમામ વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે. તમામ અભ્યાસક્રમ કોમ્યુટર આધારિત અને ઓનલાઈન છે. અદ્યતન કોમ્પ્યુટર-વિજ્ઞાન લેબ સાથે વાઇ ફાઇ સુવિધાથી સજ્જ આ શાળામાં ભણવા માટે એનિમેશન, પઝલ, F.A.Q., M.C.Q, પાઠનો ટૂંકસાર વગેરે પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. શાળામાં બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવવામાં આવે છે.

સાંગણવા પ્રાથમિક શાળાની વિશેષતા
- શાળાના વિદ્યાર્થીઓ ટેબ્લેટથી અભ્યાસ
- ગુજરાતની પ્રથમ બેગલેસ શાળા
- 3 વર્ગખંડ સ્માર્ટ ક્લાસ
- શાળાનું કેમ્પસ વાઈ-ફાઈથી સજ્જ
- તમામ વર્ગખંડ ACની સુવિધા

આચાર્ય સુભાષ રાઠોડે પોતાના પુત્રનું અકસ્માતમાં મોત નીપજ્યાં બાદ વીમાની જે 25 લાખ રૂપિયાની રકમ આવી હતી તેને ખર્ચી નાંખી હતી
આચાર્ય સુભાષ રાઠોડે પોતાના પુત્રનું અકસ્માતમાં મોત નીપજ્યાં બાદ વીમાની જે 25 લાખ રૂપિયાની રકમ આવી હતી તેને ખર્ચી નાંખી હતી

બાળકોને સારૂ એજ્યુકેશન મળે તે માટે પૈસા સ્કૂલમાં રોક્યા: આચાર્ય
આચાર્ય સુભાષભાઈ રાઠોડે Divyabhaskarને જણાવ્યું હતું કે બાળકોને આધુનિક પ્લેટફોર્મ મળે તેવી મારી ઈચ્છા હતી. જેથી અમે બેગલેસ સ્કૂલ બનાવી છે. જેથી બાળકોને સ્કૂલબેગ વગર જ શાળાએ અભ્યાસ કરવા માટે આવવાનું હોય છે. મારા દિકરો 12 સાયન્સમાં હતો ત્યારે એક અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. મે મારા દિકરા માટે ઘણી વીમા પોલીસી લીધી હતી. મારો દીકરો તો જતો રહ્યો મારે હવે પૈસાનું શું કરવું એટલે મે બધા પૈસા આ સ્કૂલમાં રોક્યા જેથી બાળકોને સારૂ એજ્યુકેશન મળે.

શાળાએ OTPCનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે
સાંગણવા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી દીઠ એક ટેબ્લેટ છે એટલે કે 150થી વધુ ટેબ્લેટ છે. તેમજ શાળાએ OTPC (વન ટેબ્લેટ પર ચાઇલ્ડ)નું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. શાળાના આચાર્ય સુભાષભાઇ રાઠોડ ખૂબ જ ઉત્સાહી અને શિક્ષણપ્રેમી છે. આ શાળા ધોરણ 1થી 8 સુધીનું શિક્ષણ આપે છે. શાળામાં આઠ શિક્ષકો છે. આ શાળાને કોઇ દિવસ તાળું મારવામાં આવતું નથી. શાળાએથી સ્ટૂડન્ટસ છૂટ્યા પછી પણ ખુલ્લી રહે છે.

શાળાના તમામ વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે. તમામ અભ્યાસક્રમ કોમ્યુટર આધારિત અને ઓનલાઈન છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરે છે. તમામ અભ્યાસક્રમ કોમ્યુટર આધારિત અને ઓનલાઈન છે.

સ્ટૂડન્ટસ મલ્ટી-મીડિયા દ્વારા શિક્ષણ મેળવે છે
શાળામાં કમ્પ્યૂટર લેબ છે. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ મલ્ટી-મિડીયા દ્વારા શિક્ષણ મેળવે છે. જાન્યુઆરી 2014થી ટેબ્લેટ દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ટેબલેટમાં ધોરણ 1થી 8 સુધીનો સંપૂર્ણ અભ્યાસક્રમ ગુજરાતીમાં છે. આંતરિક પરીક્ષા ટેબલેટ ઉપર લેવાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શાળામાં ઈન્ટરનેટ નથી. છતાં શાળામાં વાઈ-ફાઈ સર્વર છે. શાળા પરિસર વાઈ-ફાઈથી સજ્જ છે. ધોરણ 1થી 8 માટે શાળામાં હાઈ-ફાઈ ટેકનોલોજી સાથેના આઠ સ્માર્ટ વર્ગખંડો છે. ટચ સ્ક્રીન અને વાઈ-ફાઈ બોર્ડની સુવિધા છે. બાળકોની હાજરી માટે પાઠશાળા નામનું સોફ્ટવેર છે. સંપૂર્ણ શાળા સંકૂલ CCTV કેમેરાથી સજ્જ છે.

ધોરણ 5થી 8 સુધી તમામ સાધનો ધરાવતી પ્રયોગશાળા
પ્રોજેક્ટલક્ષી અને ગુણવત્તાવાળું શિક્ષણ, ધોરણ 5થી સ્ટૂડન્ટસ પ્રયોગ કરી શકે તેવી અદ્યતન સાધનો સાથેની પ્રયોગશાળા છે. વિદ્યાર્થીઓ પ્રયોગો જાતે કરે છે. માધ્યમ ગુજરાતી છે પણ અંગ્રેજીનું એક વિષય તરીકે સારું શિક્ષણ અપાય છે. પહેલા ધોરણથી જ સ્પોકન અંગ્રેજીનું શિક્ષણ અપાય છે. અદ્યતન ઇંગ્લિશ ભાષા લેબોરેટરી છે. સંપૂર્ણ શાળામાં એસી છે. ઇનડોર રમતો અને આઉટડોર રમતોની સુવિધા છે. શાળાનું પર્યાવરણ ખુબ જ સુંદર છે. પ્રોજેક્ટલક્ષી અને ગુણવત્તાવાળું શિક્ષણ અપાય છે.

શાળામાં હાઈ-ફાઈ ટેકનોલોજી સાથેના આઠ સ્માર્ટ વર્ગખંડો છે. ટચ સ્ક્રીન અને વાઈ-ફાઈ બોર્ડની સુવિધા છે
શાળામાં હાઈ-ફાઈ ટેકનોલોજી સાથેના આઠ સ્માર્ટ વર્ગખંડો છે. ટચ સ્ક્રીન અને વાઈ-ફાઈ બોર્ડની સુવિધા છે

ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા ડોક્યુમેન્ટરી ઉતારવામાં આવી છે
સર્વ શિક્ષા અભિયાનમાં રજૂઆત કરીને શાળાનું નવું મકાન બનાવ્યું છે. જે બે માળનું છે અને તેમાં છ રૂમ અને એક હોલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માટે 5 હજાર ચોરસવાર જમીન લઈને એક કરોડ રૂપિયાના ખર્ચે મકાન બનાવવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવાની યોજના કરી છે. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા ડોક્યુમેન્ટરી ઉતારવામાં આવી છે.

1990માં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી
શાળાના આચાર્ય સુભાષભાઈ રાઠોડ ખુબ જ ઉત્સાહી અને શિક્ષણપ્રેમી છે. 1990માં શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. તેમણે 25 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ શાળામાં બદલી થઈને આચાર્ય તરીકે આવ્યા છે. તેમણે ધોરણ 10 પછી PTC કર્યું છે. સાંદીપનિ ગુરુકુળ-પોરબંદર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો અવોર્ડ સુભાષભાઈ રાઠોડને મળ્યો છે. તેમના પ્રયત્નોથી જ આજે આ શાળા હાઇટેક બની છે.

આ ગામની વસ્તુ 1500 આસપાસની છે
રાજકોટ જિલ્લાના સાંગણવા ગામની પ્રાથમિક શાળામાં 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ગામના અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગામની વસ્તી 1500 આસપાસની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો