તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જસદણમાં પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરી બે ભૂમાફિયાએ વૃદ્ધને મારી નાખવાની ધમકી આપી, લેન્ડ ગ્રેબીંગનો ગુનો નોંધાયો

રાજકોટ4 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • લેન્ડ ગ્રેબીંગ હેઠળ રાજકોટ જિલ્લામાં વધુ એક ફરિયાદ
  • પોલીસે આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી

રાજકોટ જિલ્લામાં વધુ એક લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ ફરિયાદ નોંધાઇ છે. રાજકોટ જિલ્લાના જસદણ ખાતે 2 શખ્સો દ્વારા વૃદ્ધના પ્લોટ પર કબ્જો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્લોટ પર પર ગેરકાયદેસર દબાણ કર્યાની ફરિયાદ મળતા જસદણ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. આજે લેન્ડ ગ્રેબીંગના કાયદા હેઠળ બંને ભૂમાફિયા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

વૃદ્ધે રાજકોટ કલેક્ટરને અરજી કરી હતી
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા લેન્ડ ગ્રેબીંગ એક્ટ 2020ના નવા કાયદા અંતર્ગત રાજકોટ જિલ્લામાં જસદણ ખાતે રહેતા અરજદારે અરજી કરી હતી. જેના આધારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને બેઠક બાદ સંબંધિત અધિકારીઓને અરજી અંગે તપાસ સોપવામાં આવી હતી. જસદણ પોલીસ વિસ્તારમાં ફરિયાદીના પ્લોટ પર ભૂમાફિયાઓની સંડોવણી સામે આવતા ગુનો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

વૃદ્ધને જાનથી મારી નાખવા ધમકી આપી હતી
કનકરાય વ્યાસ નામના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જસદણ શહેરના સિટી સર્વે નંબર 141ની 366.28 ચોરસ મીટર જમીનનો પ્લોટ તેમની માલિકીનો છે. જેના પર અશોક ધાધલ અને ગભરુ ધાધલ નામના બે શખ્સોએ પતરા મારી બળજબરી પૂર્વક દબાણ કર્યુ છે. જ્યારે ફરિયાદી પ્લોટ ખાલી કરવા કહેતા આરોપીઓએ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. જેને લઇ તેઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી બન્ને આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...