નવલા નોરતાના વધામણા:કાગવડથી ખોડલધામ સુધી મા ખોડલના રથ સાથે ડીજેના તાલે પદયાત્રા યોજાઇ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા, નવરાત્રિમાં રોજ ચંડીયજ્ઞ યોજાશે

રાજકોટ14 દિવસ પહેલા
પદયાત્રાનો ડ્રોન કેમેરામાં નજારો.
  • નરેશ પટેલે મા ખોડલની આરતી ઉતારી ધ્વજારોહણ કર્યું

જગત જનની મા જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. માતાજીના ભક્તો મા જગદંબાનું પૂજન અને અર્ચના કરીને માતાજીની ભક્તિ કરે છે. ત્યારે વીરપુર પાસેના કાગવડ ગામથી ખોડલધામમા મા ખોડલના રથ સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને મંદિરે મા ખોડલના દર્શન કર્યા હતા. મંદિરમા પણ માતાજી અને આ આરાધ્ય પર્વને ઉત્સાહ પૂર્વક ઉજવવાની તમામ તૈયારી કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા.
મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા.

નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું
ગત વર્ષે કોરોના મહામારીમાં લોકડાઉનને લઈને તમામ મંદિરો બંધ હતા. જેને લઈને નવરાત્રિમાં પણ માતાજીના ભક્તોને સીમિત રીતે અને ઘરે રહીને માતાજીની ભક્તિ કરવી પડી હતી. ત્યારે આ વર્ષે સરકાર દ્વારા મળેલી છૂટને લઈને માતાજીના ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે. ખોડલધામ મંદિરમાં પ્રથમ નોરતાથી જ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોજ માતાજીનો ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવશે. સાથે સાથે અહીં માતાજીના મંદિરમાં નરેશ પટેલ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા.
મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા.

દૂર દૂરથી ભાવિકો ઉમટી પડ્યા
અહીં ભક્તો સાથે રોજ ત્રિવિધિ કાર્યક્રમો યોજવામાં આવશે. મંદિરમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે તે સાથે ભક્તોમાં પણ અનેરો આંનદ જોવા મળ્યો છે. માતાજીના ભક્તો પણ માતાજીના ચરણોમાં શિશ ઝુકાવવા માટે અને આશીર્વાદ લેવા માટે દૂર દૂર અને ગામે ગામથી શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ખોડલ માતાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. ભક્તો પણ એક વર્ષના લાંબા સમય બાદ માતાજીના મંદિરમાં દર્શન કરવા મળતા ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું.
નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું.

મંત્રી જીતુ વાઘાણીની રજતતુલા યોજાશે
નરેશ પટેલે આજે પદયાત્રા દરમિયાન જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાંથી આપણને થોડોક છૂટકારો મળ્યો છે આથી સરકાર દ્વારા મર્યાદિત સંખ્યામાં નવરાત્રિની ઉજવણી કરવાની છૂટ આપી છે. પરંતુ મા ખોડલને પ્રાર્થના છે કે, આ મહામારીમાંથી કાયમીના માટે છૂટકારો આપે અને લોકો ઉત્સાહ પૂર્વક તહેવારો ઉજવી શકે. રોજ ચંડી યજ્ઞ યોજાશે અને આજે મંત્રી જીતુ વાઘાણીની રજતતુલા રાખવામાં આવી છે.

મા ખોડલની આરતી ઉતારી.
મા ખોડલની આરતી ઉતારી.

(દિપક મોરબીયા, ખોડલધામ)

અન્ય સમાચારો પણ છે...