નિયમમાં પરિવર્તન:નલ સે જલમાં લાભાર્થી વધારવા હવે વેરો ભરવાનો નિયમ બદલાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ.2000 ઉચ્ચ વેરો ભરી નળ કનેક્શન મેળવવાની પ્રક્રિયા કરી શકાશે
  • જ્યાં વેરો ભરી શકાતો નથી તે વિસ્તાર માટે નિર્ણય લેવાયાનો દાવો

રાજકોટ શહેરમાં નળ કનેક્શન આપવાના શરૂ થયા ત્યારથી અત્યાર સુધી નિયમ હતો કે જે તે વ્યક્તિ મિલકત વેરો પૂરો ભરે ત્યારબાદ જ નળ કનેક્શન લેવા માટે અરજી કરી શકતા હતા. જોકે હવે આ નિયમમાં ઘણા વર્ષો બાદ પરિવર્તન લાવીને પૂરો વેરો ન ભરે તો પણ નળ કનેક્શન આપવા નિર્ણય લેવાયો છે. રાજકોટ શહેરમાં નળ કનેક્શનની સંખ્યા વધારવા માટે ભૂતિયાં નળને રેગ્યુલરાઈઝ કરવા યોજના મૂકી હતી જોકે તેને સફળતા મળી ન હતી. ત્યારબાદ પણ નળ કનેક્શન વધ્યા ન હતા.

આ વખતે વળી નવો નિયમ આવ્યો છે જે મુજબ કોઇ મિલકતધારકનો વેરો ચડત હોય અને નળ કનેક્શન લેવા ઈચ્છતા હોય તો તેઓ પૂરો વેરો ભરવાને બદલે 2000 રૂપિયા ઉચ્ચક મિલકત વેરો ભરે એટલે નળ કનેક્શન લઈ શકશે ત્યારબાદ તેને નળ કનેક્શનનો ચાર્જ જ આપવાનો રહેશે. પછાત અને સ્લમ વિસ્તારોમાં વેરો ન ભરવાથી નળ કનેક્શન નથી લઈ શકાતા અને તેઓને શુદ્ધ પાણી મળે તે માટે આ નિર્ણય લેવાયાનું પદાધિકારીઓ જણાવે છે.

જોકે તેની પાછળ આંક ઊંચો કરવાનો છુપો ધ્યેય છે. સરકારના નલ સે જલ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને નળ કનેક્શનથી જોડવા દરેક મનપા, નપા અને જિલ્લાને ટાર્ગેટ અપાયા છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મહત્તમ લોકોએ નળ લીધા છે અને હવે ફક્ત એવા જ બાકી રહ્યા છે જેમનો વેરો ભરવાનો છે અથવા તો કનેક્શન લેવા ઈચ્છુક નથી. તેઓને આકર્ષવા માટે મનપાએ ફરજિયાત વેરો ભરવાના નિયમમાં પરિવર્તન કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...