સાસરિયાં સામે રાવ:પરસ્ત્રીને પામવા પતિએ છૂટાછેડાની અરજી કરી સમાધાનના 8 લાખ આપ્યા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટની પરિણીતાની અમદાવાદના સાસરિયાં સામે રાવ

માધાપર ચોકડી પાસેના પરાસરપાર્કમાં પુત્રી સાથે એક વર્ષથી પિયરમાં રહેતી કોમલ નામની પરિણીતાએ અમદાવાદ રહેતા પતિ મૃણાલ, સસરા કૃષ્ણકાંત તુલસીદાસ રામાનુજ, સાસુ શોભનાબેન, જેઠ ભાર્ગવભાઇ, જેઠાણી નૂપુરબેન, નણંદ વિરલબેન જસ્મીન અગ્રાવત સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, મૃણાલ સાથે 2012માં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન એક પુત્રી છે. લગ્નના એક વર્ષ બાદ પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઇ હતી. જે અંગે પતિને વાત કરતા પોતાને માર મારી કાઢી મૂકી હતી.

એક મહિના બાદ સમાધાન કરી પોતાને પરત સાસરે લઇ ગયા હતા. સાસરે આવ્યા બાદ પણ પતિ દારૂ પીને પોતાને માર મારતા હતા. એટલું જ નહિ પોતાને વારંવાર ઘરમાંથી કાઢી મુકતા હતા. આ બાબતે સાસુ-સસરાને વાત કરતા થોડા દિવસ પિયર જતું રહેવા અને બાદમાં અમે તેડી જઇશું તેમ કહેતા હતા. જ્યારે પોતે પિયર જાય ત્યારે પતિ પરસ્ત્રી સાથે બહારગામ ફરવા જતા રહેતા હતા.

જેઠ-જેઠાણી, નણંદ સહિતનાઓ પતિને ચડામણી કરી પોતાને માર ખવડાવતા રહેતા હતા. દરમિયાન પોતે ફરિ સગર્ભા થતા પતિએ પોતાની સાથે બળજબરી કરી ગર્ભપાત કરાવી નાંખ્યો હતો. પતિ મૃણાલને પોતાની સાથે છૂટાછેડા લઇ પરસ્ત્રી સાથે રહેવું હોય અમદાવાદ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી, પરંતુ પોતે સહી કરી ન હતી. જેથી પતિએ સમાધાન માટે પોતાને ડીડી મારફતે પાંચ લાખ અને પછી ઓનલાઇન ત્રણ લાખ એમ કુલ 8 લાખ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...