તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સામસામે લગ્નનો અજીબ કિસ્સો:પુત્રવધૂ ઘરે આવે તે માટે પિયરિયાએ દીકરીને દોહિત્રીથી છૂટી પાડીને રૂમમાં પૂરી દીધી

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પિયરિયાઓની હઠ, તારા ભાભી આવશે તો જ તને છોડીશું
  • પિયરિયાએ રૂમમાં બંધ કરી દેતા 11 માસની દીકરીને જનેતાથી વિખુટુ રહેવાની ફરજ પડી

રાજકોટમાં રહેતા બે પરિવારના દીકરા દીકરી વચ્ચે સામસામે થયેલા લગ્નનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુત્રવધૂને ઘરે લાવવા માટે પિયરિયાઓએ પોતાની દીકરીને ઘરે લાવીને એક રૂમમાં પૂરી દીધી અને કહ્યું કે, જો તારા ભાભી ઘરે આવશે તો જ તને છોડીશું. જેને કારણે 11 માસની દીકરીને પોતાની માતાથી અલગ થવું પડ્યું. સમગ્ર કિસ્સો 181ની ટીમ પાસે પહોંચ્યો હતો. જેને બન્ને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

પુત્રવધૂના ભાઈની પત્નીને કેદ કરી ઘરમાં રાખી
આ કેસમાં જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રહેતી મીનાના લગ્ન મિનાલ નામના યુવક સાથે થયા હતા. લગ્નના પાંચ વર્ષ પછી મિનાલે પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરીને મારકૂટ શરૂ કરી. મીનાને સંતાન નહિ થતા તે અંગેના મેણાં ટોણાં સહન નહિ થતા તે ઘર છોડીને આત્મહત્યા કરવા માટે નીકળી ગઇ. 181ની ટીમે પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, પતિના ત્રાસથી તે પોતાના પિયર જવા ઈચ્છતી હતી. ત્યાં પહોંચી તો તેના ભાઈ મીતે જણાવેલ કે, તેની પત્ની મોનાને તેના પિયરિયાઓ અને તારી સાસરિયાના લોકો ઘરમાં તાળું મારીને રાખેલ છે. જેથી તેની 11 માસની દીકરી વિખૂટી પડી ગઇ છે.

અભયમની ટીમે દોહિત્રીને છોડાવી
આ જાણ થતા જ 181ની ટીમ મોનાને છોડાવવા માટે ગયા હતા. જ્યાં એવું જાણવા મળેલ કે મોનાને તેના કાકાએ જબરદસ્તી કરીને રૂમમાં રાખી હતી. મોના તેની બાળકી સાથે રહેવા માગતી હોવાથી મોનાના કાકાને સમજાવ્યા હતા. અને મોનાને બંધ રૂમમાંથી છોડાવતા 11 માસની બાળકીનું માતા સાથે મિલન થયું હતું. આમ બન્ને પરિવારનું કાઉન્સેલિંગ કરીને ચાર લોકોની જિંદગી તૂટતાં બચાવી હતી. (નોંધ ચારેય પાત્રના નામ બદલાવેલ છે)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો