• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • To Fulfill His Dream Of Opening His Own Laboratory In Rajkot, The Young Man Had Been Running The Laboratory For 6 Months Without A Degree, Police Raided And Busted.

આરોગ્ય સાથે ચેડાં:રાજકોટમાં ખુદની લેબોરેટરી ખોલવાનું સ્વપ્ન પૂરું કરવા યુવાન ડિગ્રી વિના 6 માસથી લેબોરેટરી ચલાવતો, CBC અને CRP ટેસ્ટ માટે રૂપિયા 400 વસૂલતો

રાજકોટ17 દિવસ પહેલા
આરોપી ટેસ્ટ માટે રૂપિયા 400 વસુલતો હતો  
  • જંગલેશ્વરમાં શહેર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા ડુપ્લીકેટ લેબ ટેક્નિશ્યનની રૂ.90,380ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ

રાજકોટ શહેરમાં ડુપ્લીકેટ ડોક્ટર બાદ હવે ડુપ્લીકેટ લેબ ટેક્નિશ્યનની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 6 માસથી કોઈપણ સર્ટિફિકેટ વગર લેબોરેટરી ચલાવતા આરોપીની રૂ.90,380ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં ખુદની લેબોરેટરી ખોલવાનું સ્વપ્ન પૂરું કરવા યુવાન લેબોરેટરી ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.

બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું
રાજકોટ શહેર અને જિલ્લામાં અવારનવાર ડુપ્લીકેટ ડોક્ટર પોલીસના હાથે પકડાતા હતા પરંતુ હવે ડુપ્લીકેટ લેબ ટેક્નિશ્યન પણ પોલીસે ધરપકડ કરી છે. શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ખ્વાઝા ચોક ખાતે સ્પર્શ લેબોરેટરી ખાતે રેડ કરી તપાસ કરતા લેબોરેટરી ખાતે કોઈ પણ ડિગ્રી સર્ટિફિકેટ વગર બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરવામાં આવતું હોવાનું સામે આવતા પોલીસે ઇર્શાદ નકાણી નામના શખ્સની ધરપકડ કરી ટેસ્ટિંગ કીટ સહીત મશીન અને દવા જથ્થો કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપીની રૂ.90,380ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
પોલીસે આરોપીની રૂ.90,380ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી

ટેસ્ટ માટે રૂપિયા 400 વસુલતો હતો
પોલીસ તપાસમાં આરોપી બીએસસી સુધી અભ્યાસ કર્યો હોવાનું અને પોતાની ખુદની લેબોરેટરી ખોલવાનું સ્વપ્ન હોવાથી છેલ્લા 6 માસથી લેબોરેટરી ખોલી બ્લડ તેમજ યુરિન ટેસ્ટ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સાથે આરોપી ઇર્શાદ દર્દી પાસેથી CBC અને CRP ટેસ્ટ માટે રૂપિયા 400 વસુલતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે IPC કલમ 419 તેમજ મેડિકલ પ્રેકટીશનર કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.