ઉનાળાની શરૂઆતમાં જ પાણીકાપ:રાજકોટમાં જ્યુબેલી પમ્પિંગ સ્ટેશનમાં નવી પેનલ ફીટ કરવા 4 માર્ચે વોર્ડ નં. 2 અને 7ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • જ્યુબેલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી મળશે નહીં

રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ, સેન્ટ્રલ ઝોન અંતર્ગત જ્યુબેલી પમ્પિંગ સ્ટેશન પર જૂની પેનલ કાઢીને તે જગ્યા પર નવી MCC અને APFC પેનલ ફિટીંગ કરવાની કામગીરીને લઇને 4 માર્ચના રોજ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. જેમાં જ્યુબેલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં કેનાલ સાઇડના વિસ્તારો (વોર્ડ નં. 7 પાર્ટ), જંક્શન સાઇડના વિસ્તારો (વોર્ડ નં. 2 પાર્ટ, 2 પાર્ટ) અને જિલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. 7 પાર્ટ, 17 પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે.

આટલા વિસ્તારોમાં પાણીકાપ રહેશે
રઘુવીરપરા, સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, ખત્રીવાડ, લાખાજીરાજ રોડ, મોચીનગર, પરસાણાનગર, જંક્શન પ્લોટ સોસાયટી, શ્રોફ રોડ, હરિલાલ ગોસલીયા માર્ગ, સરકારી ક્વાર્ટસ, સાયલાનો ઉતારો, નકુમ શેરી, પ્રેસ રોડ, રૂડા ઓફિસ વિસ્તાર, ગોંડલનો ઉતારો, આરતી એપાર્ટમેન્ટ, તાર ઓફિસ પાછળ, ગણાત્રાવાડી, દાતારનો તકિયો, સિવિલ હોસ્પિટલ, કરણપરા, પ્રહલાદ પ્લોટ, રામનાથપરા, દિવાનપરા, હાથીખાના, કોટક શેરી, વર્ધમાન નગર, લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, લલુડી વોકળી, બાપુનગર, બાપુનગર સ્લમ ક્વાટર, ગોવિંદપરા, કોઠારીયા કોલોની (પાર્ટ), પુજારા પ્લોટ (પાર્ટ), સોરઠીયા વાડી, જયરાજ પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), સોરઠીયા પ્લોટ, ઘાંચીવાડ, નવયુગપરા અને મીલપરા (પાર્ટ)માં પાણીકાપ રહેશે.

ન્યારી ડેમમાં હજુ બે માસ બાદ સૌનીનું પાણી ઠલવાશે
રાજકોટની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં પાણીનો જથ્થો ખૂટી જવાના આરે હોવાથી સૌની યોજના હેઠળ નર્મદા ડેમમાંથી પાણી લેવામાં આવે છે. આજી-1માં સૌની યોજનાનું પાણી એક સપ્તાહ પહેલા છોડવામાં આવ્યું છે, પરંતુ ન્યારીમાં દરવાજાનું કામ કરવાનું હોવાથી સૌનીનું પાણી બે માસ બાદ મળશે.

અન્ય સમાચારો પણ છે...