તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઇમ્પેક્ટ:રાજકોટના બેડલામાં સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે કાળી મજૂરી કરાવવી ભારે પડી, પ્રિન્સિપાલ અને શિક્ષકની બદલી

રાજકોટએક મહિનો પહેલા
વિદ્યાર્થીઓ પાસે રેતી-કપચી ભરાવી હતી.
  • પેનને બદલે પ્રિન્સિપાલ અને શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે પાવડા ઉપડાવ્યા હતા

રાજકોટના બેડલામાં સરકારી પ્રાથમિક સ્કૂલના થોડા દિવસ પહેલા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેનો અહેવાલ દિવ્યભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં પ્રિન્સિપાલ અને શિક્ષકે વિદ્યાર્થીઓને હાથમાં પેન આપવાને બદલે પાવડા આપી રેતી-કપચી ભરાવી કાળી મજૂરી કરાવી હતી. આ અંગે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં પ્રિન્સિપાલ અને શિક્ષક સામે પગલા લઇ બંનેની બદલીનો હુકમ કર્યો છે. જેમાં પ્રિન્સિપાલ જતીન પરમારની ઉપલેટાના ઢાંક ગામે અને શિક્ષક ઉપેન્દ્ર ભટ્ટની વીંછિયાના ભડલી ગામે બદલી કરવામાં આવી છે.

રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો
એક તરફ, રાજ્ય સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટની બેડલા પ્રાથમિક સ્કૂલમાં અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ગુણોત્સવ કાર્યક્રમમાં બાળકો પાસે વાસણ સાફ કરાવ્યાં હતાં. બાદમાં આ જ સ્કૂલમાં રેતી-કપચી ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. બાળકોને પેનને બદલે શાળામાં પાવડો પકડાવી મજૂરીકામ કરાવવામાં આવતું હોવાની વાતથી વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.

પ્રિન્સિપાલ અદબ વાળીને વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું હતું.
પ્રિન્સિપાલ અદબ વાળીને વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું હતું.

ભૂલથી કામ અપાય ગયું હોવાનું કહી આચાર્યએ બચાવ કર્યો હતો
આ અંગે સ્કૂલના આચાર્ય જતીન પરમારે જણાવ્યું હતું કે, સ્કૂલમાં પીવાના પાણીના સ્ટેન્ડ પાસે પેવર બ્લોક પાથરવાનું કામ ચાલી રહ્યું હતું. કડિયાની સાથે આવતા મજૂર માઠા પ્રસંગને કારણે રજા પર હતો. આથી મેં અને એક અન્ય શિક્ષકે રેતી-કપચી પાથરવાનું કામ કર્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી પણ આવ્યો હતો, જેને ભૂલથી કામ અપાય ગયું હશે એવો બચાવ કર્યો હતો.

ક્ષમતા કરતા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું હતું.
ક્ષમતા કરતા વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું હતું.

વિદ્યાર્થી પાસે ક્ષમતા કરતાં વધારે વજન ઉપડાવ્યું હતું
વીડિયોમાં જોવા મળતાં દૃશ્યો મુજબ વિદ્યાર્થી પાવડા વડે કપચી હાથલારીમાં ભરી રહ્યો હતો. વિદ્યાર્થીની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવી રહ્યાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓ બીમાર પડે તો જવાબદારી કોની એવા સવાલો પણ લોકોમાં ઊઠ્યા હતા. વિદ્યાર્થીઓને પેન ઉપાડવાની જગ્યાએ સ્કૂલ દ્વારા પાવડા ઉપડાવી મજૂરી કરાવવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો