તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:રાજકોટમાં ટીપી રોડને લઇ 80 મકાનને તોડી પાડવાની મનપાની નોટિસ, લોકો ઘર બચાવવા મનપા કચેરીએ ઉમટ્યા

રાજકોટ22 દિવસ પહેલા
મોટી સંખ્યામાં લોકો ઉમટતા સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો થયો.
  • અમે મનપાને વૈકલ્પિક જગ્યાની માગ કરી છતાં કોઇ અમને યોગ્ય જવાબ આપતું નથીઃ સ્થાનિક

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.13ના ખોડિયારનગર એસટી વર્ક શોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે 81 મકાનને નોટિસ આપવામાં આવી છે. જેમાં 81માંથી 80 મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ આપ્યો છે. ત્યારે પોતાના ઘર બચાવવાની માગણી સાથે લોકોનું ટોળુ મનપા કચેરી ખાતે ઉમટી પડ્યું હતું. મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલા નોટિસ પાઠવી હતી. આથી લોકો આજે મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા.

80 મકાનમાં 120 પરિવાર રહે છેઃ સ્થાનિક
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા ટીપી સંદર્ભે નોટિસ પાઠવવામાં આવી હતી. તેનો જવાબ પણ અમે આપ્યો છે. હવે ટીપી તે લોકોએ અલગ રીતે જ કાઢ્યો છે. ફાજલ જગ્યા મૂકી ટીપ કાઢવામાં આવી છે. 80 મકાનમાં 120 પરિવાર રહે છે. મંગળવાર સુધીનો અમને સમય આપ્યો છે. આથી અમે મનપાને વૈકલ્પિક જગ્યાની માગ કરી છે. છતાં કોઇ અમને યોગ્ય જવાબ આપતું નથી.

રસ્તો ખોદી નાખતા મહિલાઓનો વિરોધ
રાજકોટના ઉમિયાચોક પાસે આવેલી આકાશદીપ સોસાયટીમાં મહિલાઓ ભેગી થઇને વિરોધ કર્યો હતો. ઘણા સમયથી રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. આથી મહિલાઓએ ભારે વિરોધ કર્યો હતો. બે વર્ષથી રોડ ખોદી નાખવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સિનિયર સિટીઝનો પણ આ વિરોધમાં જોડાયા હતા

અન્ય સમાચારો પણ છે...