માંગ:રાજકોટમાં જન્માષ્ટમી ઉજવવા માલધારી સમાજના આગેવાનોએ પરંપરાગત વસ્ત્રોમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જન્માષ્ટમી ઉજવવાની છૂટ પણ અમને આપવી જોઈએ : રણજીત મુંધવા - Divya Bhaskar
જન્માષ્ટમી ઉજવવાની છૂટ પણ અમને આપવી જોઈએ : રણજીત મુંધવા
  • CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાનેથી ઘણી બધી છુટછાટ અપાય છે, તો અમને પણ પરવાનગી આપો : માલધારી સમાજના આગેવાન

રાજકોટ આજે કલેકટર કચેરી ખાતે શહેરમાં જન્માષ્ટમી ઉજવવા માટે માલધારી સમાજના આગેવાનોએ પરંપરાગત વસ્ત્રોમાં કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરી હતી. જેમાં માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે,મર્યાદિત સંખ્યામાં અમને કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા અને મટકી ફોડ ઉત્સવ ઉજવવાની છૂટ આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

જન્માષ્ટમી ઉજવવાની છૂટ પણ અમને આપવી જોઈએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલની કોરોનીની મહામારીને લઇ સરકાર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેનો ગુજરાતની પ્રજા સારી રીતે અમલ કરી રહી છે. હાલ કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે CM વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાનેથી ઘણી બધી છુટછાટ આપવામાં આપવામાં આવી રહી છે. તો જન્માષ્ટમી ઉજવવાની છૂટ પણ અમને આપવી જોઈએ

આ અમારી માંગણી અને લાગણી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવનારા તહેવારોમાં મહંદ અંશે જે છુટછાટ અપાઈ તેમાં ગણેશત્સોવ ઉજ્જવવાની પણ છૂટ આપી છે. જગતના આધિપતી ભગવાન શ્રીકૃષ્ણ કનૈયાનાં જન્મનાં વધામણા કોરોનાની ગાઇડલાઇન મુજબ કરવા દેવામાં આવે તેવી માંગણી અને લાગણી છે.