તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્યોગ:આત્મનિર્ભર બનવા વેપારીઓએ ITનો સહારો લીધો, રૂપિયા 5 હજારથી 5 લાખ સુધીનું રોકાણ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેપાર વધારવા વેબસાઈટ,સોફ્ટવેર, એપ્લિકેશનનો વપરાશ વધાર્યો

લોકડાઉન પછી વેપાર ઉદ્યોગમાં પરિવર્તન આવી રહ્યું છે. 3 મહિના લોકડાઉન રહેવાથી કોઈ વેપાર થઇ ન શક્યો. ફરી પાછી આવી પરિસ્થિતિ આવે તો પણ પોતાનો વેપાર ઉદ્યોગ ચાલુ રહે અને લોકોને સર્વિસ પૂરી પાડી શકાય તે માટે વેપારીઓ અાત્મનિર્ભર બનવા માટે વેબસાઇટ, એપ્લિકેશન અને સોફ્ટવેરનો સહારો લીધો છે.

સોફ્ટવેેર એન્જિનિયર જીનલ મહેતા જણાવે છે કે, જ્યારે કોરોનાનું સંક્રમણ હતું નહીં ત્યારે 10 માંથી માત્ર 2 જ લોકો પોતાનો સોફ્ટવેર, એપ્લિકેશન બનાવતા હતા, પરંતુ હવે આ પરિસ્થિતિ આખી ઊલટી થઇ છે. હવે 10 માંથી 8 લોકો સોફ્ટવેર, એપ્લિકેશન બનાવી રહ્યા છે. જેમાં તેઓ એમ્પ્લોય ટ્રેકિંગ, ઓનલાઈન ફ્રોડ ન થાય તે માટે સિક્યુરિટી અને કસ્ટમર ફ્રેન્ડલી પ્રાથમિક જરૂરિયાત રાખે છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બધી માહિતી મળી રહે તે માટે ઉદ્યોગકારો મેનેજમેન્ટ ઉપરાંત રોમટિરિયલ્સ કેટલું છે, કેટલો વપરાશ થયો છે, જે પ્રોસેસમાં છે તે ક્યા સુધી પહોંચી, વેસ્ટેજ માલ કેટલો નિકાલ થાય છે વગેરે માહિતી સોફ્ટવેર થકી મળી રહે તેવો આગ્રહ રાખી રહ્યા છે. ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર અશોકભાઈ કોયાણીએ જણાવ્યું હતું કે, તેઓએ લોકડાઉન પછી પોતાનો આખો વ્યવસાય એપ્લિકેશન આધારિત કરી નાખ્યો છે.

લોકોને હવે ટેક્નોલોજીનું મહત્ત્વ સમજાયું
લોકડાઉનમાં વ્યવસાયને ડેવલપ કરવા માટે નિર્ણય કરવાનો મોકો મળ્યો. જે ડે ટુ ડે પ્લાનિંગમાં શક્ય હતું નહીં. આ ઉપરાંત પહેલા ડીલર, વેપારીઓ રૂબરૂ મળીને ડીલ કરવાનું વધુ પસંદ કરતા હતા, પરંતુ હવે તે શક્ય નથી માટે હવે તમામને સોફ્ટવેર, વેબસાઈટ અને એપ્લિકેશનનું મહત્ત્વ સમજાયું છે. આ રીતે ટેક્નોલોજીની મદદથી હવે વેપારને વધારવા માગે છે. જેમને પોતાની વેબસાઈટ છે તેઓ એપ્લિકેશન કે સોફ્ટવેર બનાવવાનું પસંદ કરે છે અને જેને પહેલેથી જ સોફ્ટવેર અને એપ્લિકેશન છે તેને અપગ્રેડ કરી રહ્યા છે.> વિકીભાઈ મહેતા, સોફ્ટવેર ડેવલોપર

અન્ય સમાચારો પણ છે...