તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 2 દર્દીના મોત, બપોર સુધીમાં 5 કેસ, વેક્સિનેશનને વેગ આપવા 20 કોલેજમાં રસીકરણ કેન્દ્રની શરૂઆત કરાશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 691 દર્દી સારવાર હેઠળ

રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા ઘટીને 50 નીચે આવતી રહી છે. આજે બપોર સુધીમાં 5 કેસ નોંધાયા છે. 24 કલાકમાં રાજકોટમાં 2 દર્દીના મોત થયા છે. કુલ કેસની સંખ્યા 42520 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 691 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં વેક્સિનેશનને વેગ આપવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 20 કોલેજોમાં આગામી સમયમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં બપોરે 1 વાગ્યા સુધીમાં કુલ 3750 લોકોએ કોરોના વેક્સિન લીધી છે.

આજી GIDCમાં વિવિધ ઇન્ડસ્ટ્રીના 18થી 44 વર્ષના 300થી વધારે વર્કરોને વેક્સિન આપવામાં આવી
કોરોના વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ઝડપે આગળ વધે તે માટે વિવિધ ક્ષેત્રે કોરોના પ્રતિરોધક મુકવા માટે રસીકરણ કેમ્પના આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરની વિવિધ ઈન્ડસ્ટીઝ ઝોન ખાતે એન્જિનિયરિંગ એસોસિયેશનના સહયોગથી કારીગર અને શ્રમિકોને કોરોના સામેની રસી આપી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે GIDC વિસ્તારમાં વિવિધ ઇન્ડસ્ટ્રીના 18થી 44 વર્ષના 300થી વધારે વર્કરોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ સ્લોટ બુક કરાવી વેક્સfન આપવામાં આવી હતી.

વેક્સિનેશનને વેગ આપવા પ્રયાસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ શહેરની 20 કોલેજોમાં થોડા દિવસોમાં વેકસીનેશન સેન્ટરની શરુઆત કરવામાં આવશે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય હોવાનું સૌ કોઇ જાણે છે. રાજકોટ શહેરની કોઈ પણ કોલેજના વિદ્યાર્થીઓ તથા તેમના પરિવારના સભ્યો પણ કોઈ પણ કોલેજમાંથી વેક્સિન લઈ શકશે

રાજકોટની આ 20 કોલેજમાં વેક્સિનેશન કેન્દ્ર શરૂ થશે
રાજકોટ શહેરમાં વિદ્યાર્થીઓને વેક્સિન લેવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોટક સાયન્સ કોલેજ, જસાણી આર્ટસ કોલેજ, કણસાગરા મહિલા કોલેજ, એમ.વી.એમ. મહિલા કોલેજ, પી.ડી. માલવીયા કોલેજ, શ્રીમતી જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, એમ.ટી. ધમસાણીયા કોલેજ, વીરાણી સાયન્સ કોલેજ, એમ.જે. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, જે.એચ. ભાલોડીયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, આર.આર. પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, સદગુરુ મહિલા કોલેજ, ટી.એન. રાવ કોલેજ, ગીતાંજલી કોલેજ, એચ.એન. શુકલા કોલેજ, હરીવંદના કોલેજ, સર્વોદય કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ, ગીતાંજલી ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન, શ્રીમતી જે.જે. કુંડલીયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ-સંતકબીર રોડ, ક્રાઇસ્ટ કોલેજ ઓફ નર્સિંગ ખાતે વેક્સિન લઈ શકશે.