તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના પગલે મનપાની ચૂંટણી સમયસર ન થઇ અને સરકારે મ્યુનિ. કમિશનરને વહીવટદાર તરીકે નિમણૂક કરી છે. 20 ફેબ્રુઆરી સુધીમાં મનપાનું બજેટ તૈયાર કરી બોર્ડમાં મંજૂર કરાવવાનો જીપીએમસી એક્ટમાં જોગવાઇ છે અને જો તેમ ન થાય તો બોડી ગેરલાયક ઠરે, પરંતુ હાલની સ્થિતિ કંઇક જુદી છે. હાલ એક પણ બોડી નથી. તેથી રાજકોટ મહાનગરપાલિકાએ બજેટ તૈયાર કર્યું છે અને સરકારનું માર્ગદર્શન માગ્યું છે કે, બજેટ રજૂ કરવું કે નહીં? અને જો કરવું તો કેટલો હિસ્સો જાહેર કરવો. હાલ આચારસંહિતા હોવાથી નવી યોજના જાહેર કરવામાં નહીં આવે માત્ર ટેક્સની આવક અને જાવકની જાહેરાત થઇ શકે છે.
મહાપાલિકાનું 2021-22ના વર્ષનું અંદાજપત્ર લગભગ તૈયાર થવા આવી ગયું છે, પરંતુ વહીવટદાર શાસનમાં નિર્ણય અંગે રાજ્ય સરકાર માર્ગદર્શન આપતી રહી છે તે જ રીતે સૂચના આવે તે બાદ બજેટ અંગે તંત્ર નિર્ણય કરી શકે તેમ છે. સ્ટેન્ડિંગ કમિટીની અમુક સત્તાઓ અને નિર્ણય લેવાની છૂટ સરકાર ખાસ હુકમથી આપતી રહી છે. જીપીએમસી એક્ટ મુજબ 20 ફેબ્રુઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં પાસ કરવાનું હોય છે. આવું ન થાય તો બોડી ગેરલાયક ઠરે તેવી જોગવાઇ છે. નવી બોડી બેસે તે બાદ અંદાજપત્ર રજૂ થાય તેવી સંભાવના વધવા લાગી છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.