તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:કોરોના સંક્રમણને અટકાવવા રાજકોટમાં વધુ 11 ખાનગી હોસ્પિટલમાં રસીકરણની કામગીરીને મંજૂરી આપવા કલેક્ટરની દરખાસ્ત

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટમાં રસીકરણની કામગીરી વધારાઇ.
  • રાજકોટ કલેક્ટર, નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાએ રાજ્યના મુખ્ય સચિવ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ યોજી
  • 45 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને પહેલી એપ્રિલથી વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે તે મુદે ચર્ચા કરાઇ

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ વધારવાના મુદે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય અગ્ર સચિવ અને મુખ્યમંત્રીના અગ્ર સચિવે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને કોરોના નોડલ અધિકારી ડો. રાહુલ ગુપ્તા સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં વેક્સિનેશન સેન્ટરો વધારવાનો મુદ્દો મુખ્ય રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના રસીકરણ કેન્દ્રો વધારવાના મુદ્દે જિલ્લા કલેક્ટર સાથે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં હવે જ્યારે કેન્દ્ર સરકારે 45 વર્ષથી વધુ વયની તમામ વ્યક્તિઓને પહેલી એપ્રિલથી કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે તે મુદે ચર્ચા કરવામાં આવી હતી . તેમજ રાજકોટના કલેક્ટરે રાજકોટમાં વધુ 11 ખઆનગી હોસ્પિટલમાં રસીકરણની કામગીરીને મંજૂરી આપવા દરખાસ્ત મૂકી હતી.

શહેરની 22 ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનેશનની કામગીરી
રસીકરણ કેન્દ્રો વધારવાના મુદે જિલ્લા કલેક્ટર પાસેથી વિગતો મેળવીને વેક્સિનેશન સેન્ટરો વધુ પ્રમાણમાં ચાલુ કરવા સૂચના આપવામાં આવી છે. હાલમાં રાજકોટ જિલ્લામાં 320 અને રાજકોટ શહેરમાં તમામ સરકારી હોસ્પિટલો, મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ઉપરાંત શહેરની 22 જેટલી ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં કોરોના વેક્સિન વધારવા માટે વધુ 11 ખાનગી હોસ્પિટલને કોરોના રસીકરણ કરવા માટે મંજૂરી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં રસીકરણની કામગીરી વધારાઇ.
રાજકોટમાં રસીકરણની કામગીરી વધારાઇ.

રોજ 6000થી વધુ વ્યક્તિને રસી અપાય છે
આ તમામના નામ-સરનામા સાથેની દરખાસ્ત કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયને મોકલી આપવામાં આવી છે. દિલ્હીથી આ મંજૂરી ચાલુ મહિનાના અંત સુધીમાં આવી જશે અને રાજકોટ શહેરમાં વધુ 11 ખાનગી હોસ્પિટલમાં કોરોના રસીકરણ શરુ કરવાની મંજૂરી આપી દેવામાં આવશે. દરમિયાન રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ દરરોજ 6000થી વધુ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી રહી છે. પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને કોરોના રસી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે વેક્સિનેશન સેન્ટરમાં ધસારો થાય તેવી શક્યતા ધ્યાને લઈ શહેર અને જિલ્લામાં કોરોના વેક્સિનેશન સેન્ટર વધુ પ્રમાણમાં શરુ કરવાની તજવીજ કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

સિનિયર સિટીઝનો હોંશે હોંશે રસી મૂકાવી રહ્યાં છે.
સિનિયર સિટીઝનો હોંશે હોંશે રસી મૂકાવી રહ્યાં છે.

સમરસમાં રહેતા 261 છાત્રોને કુમાર હોસ્ટેલમાં ખસેડાશે
રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો નિર્ણય લેવાયા બાદ હાલમાં 261 છાત્રો નિવાસ કરી રહ્યાં છે તે તમામને કુમાર હોસ્ટેલમાં ખસેડી દેવાનો નિર્ણય જિલ્લા કલેક્ટરે લીધો છે. આ કામગીરી બે દિવસમાં પુરી કરી દેવાની સુચના પણ આપી દેવામાં આવી હોવાનું અધિક નિવાસી કલેક્ટર પરીમલ પંડ્યાએ જણાવ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધતા સમરસ હોસ્ટેલમાં ફરી કોવિડ કેર સેન્ટર શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં સમરસ હોસ્ટેલમાં કોરોના જ્યારે કાબૂમાં આવી ગયો હતો. ત્યારબાદ 261 છાત્રોને રહેવા માટેની છૂટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...