રાજકોટ ક્રાઇમ ન્યુઝ:બિમારીથી કંટાળીને વૃદ્ધે રસોડામાં ગેસ ચાલુ કરી ઓશીકુ સળગાવી અગ્નિસ્‍નાન કર્યું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના મવડી વિસ્તારમાં પંચશીલ સોસાયટી-7 માં રહેતાં વશરામભાઇ દેશાભાઇ વાઘેલા (ઉ.વ.75) નામના વૃધ્‍ધ ઘરે સળગી જતાં ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. 108 ના ઇએમટીએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.જે.ચારણ અને સંજયભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર છે જે ખાનગી નોકરી કરે છે. સાંજે વશરામભાઇના પત્‍નિ ઘરની ડેલીએ હતાં ત્‍યારે તેમણે રૂમમાંથી માંડ માંડ રસોડામાં પહોંચી ગેસ ચાલુ કરી ઓશીકુ સળગાવી તેનાથી અગ્નિસ્‍નાન કરી લીધું હતું. જો કે બિમારીથી કંટાળીને વૃધ્ધે આ પગલુ ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા પીધી
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા GIDC ગેટ નં. 2 પાસે શેડ ભાડે રાખી સ્‍ટારએજ નામનું કારખાનુ ધરાવતા અને CNC પાર્ટનું ભાગીદારીમાં જોબવર્ક કરતા યુવકે વ્‍યાજખોર અજય બટુકભાઇ બામટા અને તેજસ સભાડના ત્રાસથી પોતાના કારખાને ઝેરી દવા પી લેતા પ્રથમ મેટોડા બાદ રાજકોટ ખાનગી હોસ્‍પીટલમાં ખસેડાયા હતા. ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે લોધીકા પોલીસ મથકમાં વ્‍યાજખોર અજય બામટા તથા તેજસ સભાડ સામે ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ 3 માસ પહેલા મિત્રના મિત્ર અજય બટુકભાઇ બામટા પાસેથી 15 ટકાના વ્‍યાજે 50 હજાર લીધેલ હતા અને સમયસર વ્‍યાજ ચુકવતો હોવા છતા મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરતા હોય દિવાળી પછી આ રકમ આપી દેવાનું કીધુ હતું. તેમ છતા ઘરે ઉઘરાણી કરવાની ધમકી આપતો હતો. તેમજ એક માસ પહેલા તેજસ સભાડ પાસેથી 15 ટકાના વ્‍યાજે 50 હજાર લીધા હતા. તેનું પણ વ્‍યાજ ચુકવી દીધું હોવા છતા આ બંને શખ્‍સો પઠાણી ઉઘરાણી કરી મૂળ રકમ આપવા ત્રાસ આપતા કંટાળી જઇ ઝેરી દવા પી લીધી હતી.

નવાગઢ પાસેથી બે શખ્સ ઝડપાયા, મોબાઈલ અને બાઈક ચોરીના ભેદ ઉકેલાયા
રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસે નવાગઢ પાસેથી બે શખ્સની ધરપકડ કરી ચોરાઉ એક બાઈક અને 10 મોબાઈલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેતપુર પોલીસ મથકના સ્ટાફે નવાગઢના બળદેવધાર વિસ્તારમાં બે યુવાનો પાસે ચોરીના મોબાઈલ ફોન અને બાઈક હોવાની બાતમીના આધારે વોચ રાખી હતી. આ દરમિયાન જિજ્ઞેશ નાથાભાઈ મકવાણા તેમજ હિરેન ભરતભાઈ ઝીંઝુવાડિયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ ઉપરાંત હજુ કેટલા સ્થળે ઉઠાંતરી કરી તેની સઘન પૂછપરછ હાથ ધરી છે.

માનસીક બીમારીથી પીડીત મહિલાએ ઝેરી પીને આપઘાત કર્યો
જૂનાગઢના ગણા ગામે રહેતા મણીબેન સાર્દુલભાઈ ડાંગર (ઉ.વ.59) એ દસ દિવસ પહેલા પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને તાત્કાલીક સારવારમાં પ્રથમ જુનાગઢ અને બાદમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતા. જયાં તેમનું ચાલુ સારવારે મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માણાવદર પોલીસને જાણ કરતા સ્ટાફ હોસ્પીટલે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પરીવારની પુછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યા અનુસાર મૃતક માનસીક બીમારીથી પીડીત હતા જેનાથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

મહિલાએ ગાળો બોલવાની ના પાડતા યુવકે છરીનો ઘા ઝીંકી દીધો
રાજકોટ શહેરની રેફ્યુજી કોલોનીમાં ૨હેતા અને ઘ૨ કામ કરી પરીવા૨નું ગુજરાન ચલાવતા વહીદાબેન રિયાઝભાઇ દલ નામના મહિલાએ ફરિયાદમાં અસદ ઓસમાણ મોટાણી, યાકુબ ઈશાભાઈ મોટાણી, ઓસ્માણ ઈશાભાઈ મોટાણી, નસીમબેન ઓસમાણભાઈ મોટાણી અને રોઝમીન ઓસમાણભાઈ મોટાણીનું નામ આપતા તેઓ સામે પ્રદ્યુમનનગ૨ પોલીસ મથકમાં મારા-મારી અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વહિદાબેને જણાવ્યું હતું કે તેઓ ગઈકાલે પોતાના નાના બહેન કૌશ૨બેન અલ્તાફભાઈ ફુલઝરાના ઘરે હતા ત્યારે ત્યાં નજીકમાં જ ૨મી ૨હેલા છોકરાઓ ગાળો બોલતા હોય અને ત્યાં નજીકમાં જ ફઈબાનો દીકરો ઓસમાણનો પુત્ર અસદ પણ ત્યાં બેઠો બેઠો જાહે૨માં ગાળો બોલતો હોય તેને ગાળો બોલવાની ના પાડતા અસદએ આવી ઢીકાપાટુનો મા૨ મા૨વા લાગ્યો અને થોડીવા૨ બાદ વહીદાબેનના ભાભી નસીમબેન, તેની દીકરી રોઝમીન તેમજ યાકુબભાઈ મોટાણી અને ઓસ્માણભાઈ મોટાણીએ ઢીકાપાટુનો મા૨માર્યો હતો તેમજ યાકુબે તેના પાસે ૨હેલી છરીનો ઘા ઝીંકી દેતા તેથી આજુબાજુના પાડોશી એકઠા થઈ જતા તેઓએ બચાવી હોસ્પિટલમાં સા૨વા૨ માટે ખસેડી હતી.

ચાલુ સ્કૂટર પણ અજાણ્યા વાહનચાલકે સોનાનો ચેઈન લૂંટ્યો
શહેરના બજરંગવાડી સર્કલ પાસે પુનિતનગ૨ 2માં રહેતા ગીતાબેન લાલજીભાઈ બુસા નામના પ્રૌઢાએ ફરિયાદ નોંધાવી છે. તેઓએ જણાવ્યું છે કે, તેમના પતિ રેલવેમાં નોકરી કરે છે તેઓ બંને ગઈકાલે સાંજના સમયે તેઓનું GJ-03-FN-9487 નંબ૨નું એક્સેસ લઈ કાલાવડ રોડ પ૨ આવેલા સ્વામિનારાયણ મંદીરે સભામાં ગયા હતા. ત્યા૨બાદ બીજા કામે પંચાયત ચોક ત૨ફ ગયા હતા અને ત્યાંથી તેઓનું કામ પૂરું કરી રાત્રિના દસેક વાગ્યે પ૨ત ફ૨તા હતા ત્યારે પતિ એક્સેસ ચલાવતા હતા અને તેની પાછળ ગીતાબેન બેઠા હતા. એક્સેસ શીતલપાર્ક મેઈન રોડ પરથી બજરંગવાડી ત૨ફ જવાના ૨સ્તે પહોંચતા એક અજાણ્યા વાહનચાલકે પાછળ આવી ગળામાં પહેરેલો 35 હજારનો સોનાના ચેઈનની જોંટ મારી ખેંચી ભાગી ગયો હતો.

મોરબી રોડ પર રતનપર નજીક ટ્રકની ઠોકરે પરપ્રાંતીય યુવકનું મોત

મુળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ વેલનાથ પરામાં રહેતો રામલખન બહાદુર કુશવાહ નામનો 22 વર્ષનો પરપ્રાંતિય યુવાન પોતાના મિત્રના બાઈક પાછળ બેસી રાજકોટ મોરબી હાઇવે પર રતનપર તરફથી આવી રહ્યા હતા ત્યારે ટ્રકના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રામલખન કુશવાહને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબિબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો હતો. જે બાદ હોસ્પિટલ ચોકીના સ્ટાફ કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોઅમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જી ટ્રક મુકી નાસી ગયેલા ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

ડીલેવરી બોય પાસેથી મોબાઇલની લૂંટ ચલાવનાર આરોપીની ધરપકડ

રાજકોટ શહેરના બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગત ફેબ્રુઆરી મહિનામાં લૂંટની ઘટના સામે આવી હતી જેમાં પોપટપરા નાલા પાસે નાથદ્વારા પાર્કમાં રહેતાં ભગીરથ વસંતભાઇ ભાડ (ઉ.વ.28) નામના ડિલીવરી બોયની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે રૂ. 2.14 લાખના 5 મોબાઇલ ફોનની લૂંટ ચલાવવાનો ગુનો નોંધાયો હતો. ભગીરથ 13 ફેબ્રુઆરીના રોજ યાજ્ઞિક રોડની ઓફિસેથી પાર્સલની ડિલીવરી કરવા નીકળ્યો ત્યારે એક ફોન આવ્યો હતો અને ત્રિવેદીભાઇ નામના પાર્સલ છે? એવું પુછતાં ભગીરથે નયન ત્રિવેદીના પાંચ પાર્સલ છે તેમ કહેતાં ફોન કરનારે પોતે ત્રિવેદીભાઇ બોલે છે અને બેડી ચોકડીએ પાર્સલ પહોંચાડવાનું કહેતાં ભગીરથ ત્યાં જતાં કારમાં બેઠેલા બે શખ્સોએ તેની પાસે આવી પાછળ આવવાનો ઇશારો કર્યો હતો અને કાર મઢુલી હોટલથી ભગવતીપરા તરફના રસ્તે હંકારી હતી. આગળ કાર ઉભી રાખી પાર્સલો લૂંટી લીધા હતાં અને બંને ભાગી ગયા હતાં. આ બનાવમાં તપાસ થતાં ભાવાભી ખીજડીયાના દેવેન્દ્રસિંહ ઉર્ફ દેવુભા ફૌજી સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.38)નું નામ ખુલતા તે પોતે આજે તેના ગામમાં ઘરે આવ્યાની બાતમી મળતા પોલીસ. તેના ઘરેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...