રાજકોટ ક્રાઇમ ન્યુઝ:વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પડધરીમાં કરિયાણાના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લાના પડધરીમાં ૨હેતા અને કરિયાણાની દુકાન ચલાવતા 35 વર્ષીય વેપારીએ પોતાની દુકાનમાં જ ઝેરી દવા પી લેતા તેઓને સા૨વા૨ માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો છે. વેપારી બે ભાઈ એક બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યુ છે.

નાણાંની પઠાણી ઉઘરાણી કરી
આ મામલે વેપારીએ આક્ષેપ ક૨તા જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષે પહેલા કોરોનાકાળમાં ધંધો ઠપ્પ થઈ ગયો હતો. જેથી મકાન બનાવવા માટે સાતેક વ્યાજખોરો પાસેથી 10 થી 15 ટકાના ઉંચા વ્યાજે 40 થી 50 લાખ નાણાં વ્યાજે લીધા હતા.આ વ્યાજખો૨માં રાજેન્દ્ર ૨મણીક પાસેથી 7 લાખ, રાજુ બાંભવા પાસેથી 4 લાખ, ૨મણીક નાથાભાઈ પાસેથી 4 લાખ, વિજય ડોડીયા પાસેથી 4 લાખ, વિજય (ભવાની મોબાઈલ) પાસેથી 4 લાખ, જબરા પાસેથી 1 લાખ, લાલો ઉર્ફે મેઘરાજ પાસેથી 7 લાખ વ્યાજે લીધા હતા આ તમામના હપ્તા ચડત થઈ જતા આ તમામ વ્યાજખોરો દુકાને અને ઘરે આવીને ધમકીઓ આપતા હતા. તેમજ બે દિવસ પહેલા રાજેન્દ્રએ ફોન કરી નાણાંની પઠાણી ઉઘરાણી ક૨તા વેપારીએ આ પગલુ ભરી લીધુ હોવાનું જણાવતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી પડધરી પોલીસને જાણ કરી હતી.

સંત કબીર રોડ પર બાઈક ચાલકે ઠોકરે લેતા આધેડનું મોત
રાજકોટ શહેરના સંત કબીર રોડ પર રામાપીર મંદિર વાળી શેરીમાં રહેતા રામબાલક રામજીવનભાઈ રાજપૂત (ઉ.વ.44) ચાર દિવસ પહેલાં માર્કેટિંગ યાર્ડમાંથી કામ પુરુ કરી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે વે બ્રિજ પાસે પહોંચતા પુરપાટ ઝડપે આવેલા બાઇક ચાલકે હડફેટે લેતાં રોડ પર પટકાયા હતાં. જેમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં સારવારમાં તેમનું મોત થતાં સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી. મૃતક મૂળ યુપીના રહીશ છે અને તેઓ પરિવાર સાથે ઘણા સમયથી રાજકોટમાં રેહતા હતાં અને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.

પ્રેમપ્રક૨ણ મામલે યુવતીએ ફિનાઈલ પીધું
રાજકોટના સિંધી કોલોની સિંધી હોલ પાસે ૨હેતી યુવતીએ ગત રાત્રે 9.30 વાગ્યે પોપટપરા રેલવેટ્રેક પાસે તેના પ્રેમી સિંધી યુવકને મળવા માટે ગઈ હતી જયાં પ્રેમપ્રક૨ણ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ યુવક ત્યાંથી ચાલ્યો ગયો હતો અને બાદમાં યુવતીએ ફીનાઈલ ગટગટાવી પરીવા૨ને જાણ કરી હતી. જે બાદ પરીવા૨ તાત્કાલીક યુવતીને સા૨વા૨માં ખસેડી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે રેલવે પોલીસને જાણ કરી હતી.

માતાએ ઠપકો આપતા યુવતીએ આપઘાતનો પ્રયાસ ર્ક્યો
રાજકોટ શહેરના થોરાળા વિસ્તારમાં ૨હેતી યુવતીએ ગત સાંજે સાત વાગ્યે પોતાના ઘરે ફીનાઈલ પી લેતા સા૨વા૨માં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ ક૨તા સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવતીનું નિવદેન નોંધ્યુ હતું. યુવતીના માતા કામ માટે બહા૨ જવાનું હોવાથી આસ્થાને કપડા ધોવા માટે કહીને ગયા હતા જે બાદ માતા ઘરે આવ્યા ત્યારે કપડા ધોયેલ ન હતા જે મામલે તેમને ઠપકો આપતા લાગી આવ્યુ હતું તેથી પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે.