તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:જિલ્લા પંચાયતમાં જુગાર, દારૂ અને દુષ્કર્મના ગુના નોંધાયા તેવા ઉમેદવારોને અપાઈ ટિકિટ

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • ભાજપ-કોંગ્રેસના 72માંથી 12 ટકાનો ગુનાહિત ઈતિહાસ, નવા ચહેરાઓમાંથી મોટાભાગના ગુના રહિત
  • કસ્તુરબાધામથી લડતા ભૂપત બોદરે 29 કરોડની સંપત્તિ જાહેર કરી, કરોડપતિઓની પણ સંખ્યા વધુ

રાજકોટ જિલ્લા પંચાયતની 36 સીટ માટે ભાજપ-કોંગ્રેસે 36-36 ઉમેદવાર ઉતાર્યા છે. 72માંથી માત્ર 15 ટકા ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે પણ જેમની સામે ભૂતકાળમાં ગુના નોંધાયા છે હત્યાનો પ્રયાસ, મારપીટ અને દુષ્કર્મ સુધીનો સમાવેશ થાય છે. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી લડે છે તેઓએ પોતાની સંપત્તિમાં જમીન અને મકાન દર્શાવતા 1 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ઉમેદવારો પણ ઘણા છે, જ્યારે સૌથી વધુ સંપત્તિ કસ્તુરબાધામ પરથી લડતા ભૂપત બોદરે 29 કરોડ રૂપિયા દર્શાવી છે.

ગુનાહિત ઈતિહાસમાં કોલીથડ સીટ પરથી ભાજપમાંથી લડતા સહદેવસિંહ પર ગત ચૂંટણીમાં હાર મળતા હુમલો કરતા ગુનો નોંધાયો હતો. પૂર્વ કારોબારી ચેરમેન અને કોટડાસાંગાણીની સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરિયા પર 323, 506, 352 જેવી કલમનો ગુનો નોંધાયો છે. શિવરાજપુરના ઉમેદવાર હિંમત ડાભી પર એટ્રોસિટીની ફરિયાદ થઈ છે. પડધરીમાં ગિરિરાજસિંહ જાડેજા પર પ્રોહિબિશનના ગુના, જ્યારે નારણ સેલાણા પર 325, 324 તેમજ કોલકીની બેઠક પરના ભાજપી સભ્ય પર જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.

ગોંડલથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરતા દિનેશ પાતર સામે દુષ્કર્મની ફરિયાદ 1994માં નોંધાઇ હતી. અને તેમાં સજા પણ ભોગવી ચૂક્યા છે. આ મામલે પાતરે ખુલાસો કરતા કહ્યુ હતુ કે સજા સમયે અપહરણ સાબિત થયુ હતુ અને કાચા કામના કેદી તરીકે 10 મહિના રહ્યા બાદ જામીન પર છુટકારો થયો છે. નિયમ બે વર્ષની સજાનો હોવાથી તેમનું ફોર્મ માન્ય રહેશે. અભ્યાસમાં મોટાભાગના ઉમેદવારો 10 ધોરણ અને કોલેજ સુધી ભણેલા છે, જ્યારે ભાડલાની સીટ પરના મનસુખ સાકરિયા એમએ બી.એડનો અભ્યાસ ધરાવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો