તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સગાવાદનો વિવાદ:મહામંત્રી નાગદાન ચાવડાના ભત્રીજા વહુને ટિકિટ, કોંગ્રેસમાંથી આવેલા ત્રણને પણ તક

રાજકોટ24 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી પણ તેમાં મહામંત્રીના સગાને જ ટિકિટ અપાતા આંતરિક વિવાદ સર્જાયો છે. કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ નહીં તેવી જાહેરાત બાદ પણ ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અને પછી પક્ષાંતર કરેલા 3 ઉમેદવારને તક અપાઈ છે.

જિલ્લા ભાજપના મહામંત્રી નાગદાન ચાવડા 2015ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતની બેડી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને તેમાં હાર મળી હતી. આ વખતે આ સીટ રોટેશન મુજબ સામાન્ય સ્ત્રી જાહેર થઈ છે. જેમાં તેમના ભત્રીજા રાજેશ ચાવડાના પત્ની સુમિતાબેનને ટિકિટ અપાઈ છે. પ્રદેશની ગાઈડલાઈનનો ભંગ થતા બીજી સીટ પરથી જેમના પત્તાં કપાયા છે તેમાં ખાસ રોષ જાગ્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા નિલેશ વિરાણી, રામ સાકળિયા અને વાલીબેન તલાવડિયાને પણ ટિકિટ અપાતા પક્ષના સ્થાનિક ઉમેદવારો કપાયા છે. ભાજપે મોટાભાગના ઉમેદવારો નવા લાવ્યા છે જ્યારે તેમાંથી પણ અમુક ચહેરા ગત ટર્મમાં ચૂંટણી લડ્યા હોય તેમના પતિ અથવા પત્ની છે.

ટિકિટમાં જ્ઞાતિના સમીકરણોમાં ધ્રુવીકરણ ખાસ્સું થયું છે. 36 સીટમાંથી 18 બેઠક પર પટેલ સમાજના ઉમેદવારો છે જેમાં 16 લેઉવા અને 2 કડવા પાટીદાર છે એટલે કે 50 ટકા બેઠક પર પ્રાધાન્ય અપાયું છે. કોળી સમાજના 8 અને આહીર સમાજના 3 ઉમેદવાર છે. જ્યારે અનુ. જાતિની 4 બેઠક અને અનુ. આદિજાતિ 1 અનામત મુજબ ફાળવાઈ છે. ક્ષત્રિય અને ખાંટ સમાજના 1-1 ઉમેદવાર છે. કોંગ્રેસ પણ આ જ સમીકરણો મુજબ યાદી તૈયાર કરી રહ્યું છે અને સંભવત: મોડી રાત્રે અથવા તો શુક્રવારે ઉમેદવાર જાહેર કરશે.

કોઇ નારાજગી નથી, કામ કરે તેને ટિકિટ આપી : ભાજપ પ્રમુખ
જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ બેડી બેઠક પર વિવાદ તેમજ કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ મુદ્દે જણાવ્યું હતું કે, ‘બેડી બેઠક મુદ્દે કોઇ વિવાદ નથી મને કોઇએ રજૂઆત પણ નથી કરી. જ્યાં સુધી કોંગ્રેસમાંથી આવેલાની વાત છે તો તેમાં પણ કોઈ અસમંજસ નથી તેઓએ વિસ્તારમાં કામ કર્યુ છે એટલે ટિકિટ અપાઈ છે.’

1ની સીટ બદલી રિપીટ, 2માં પતિ-પત્ની
2015ની ચૂંટણીમાં લોધિકાની સીટ પરથી અલ્પાબેન તોગડિયા લડ્યા હતા. હવે તેમને પારડી સીટ પર ટિકિટ અપાઈ છે. લોધિકામાં હાલ જેને ટિકિટ મળી છે તે મોહન દાફડાના પત્ની 2015માં વેરાવળ સીટ પરથી લડ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસમાંથી આવેલા રામભાઈ સાકળિયાના પત્ની ગત ટર્મમાં સભ્ય રહી ચૂક્યા છે.

રાજકોટ જિલ્લા પંચાયત ઉમેદવારની યાદી

બેઠકનું નામઉમેદવારનું નામ
આણંદપરપૂજાબેન કોરડિયા
આટકોટદક્ષાબેન રાદડિયા
બેડીસુમિતાબેન ચાવડા
બેડલાસવિતાબેન ગોહેલ
ભાડલામુકેશભાઇ મેર
ભડલી

વાલીબેન તલાવડિયા

બોરડી સભૂપતભાઇ સોલંકી
ચરખડી

અમૃતભાઇ મકવાણા

દડવીકંચનબેન બગડા
દેરડીરાજેશભાઇ ડાંગર
ડુમિયાણીજાહીબેન સુવા
જામકંડોરણા

જયોત્સના પાનસુરિયા

કમળાપુરરામભાઇ સાકરિયા
કસ્તુરબાધામભૂપતભાઇ બોદર
કોલિથડસહદેવસિંહ જાડેજા
કોલકી

જયંતીભાઇ બરોચિયા

કોટડાસાંગાણી

શૈલેષભાઇ વઘાસિયા

કુવાડવા

પ્રવીણાબેન રંગાણી

બેઠકનું નામઉમેદવારનું નામ
લોધિકામોહનભાઇ દાફડા
મોટી મારડવિરલભાઇ પનારા
મોવિયા

લીલાવંતીબેન ઠુંમર

પડધરી

મનોજભાઇ પેઢડિયા

પાનેલીમોટીજયશ્રીબેન ગેડિયા
પારડી

અલ્પાબેન તોગડિયા

પેઢલા

ભાવના બાંભરોલિયા

પીપરડી

સવિતાબેન વાછાણી

સાણથલીનિર્મળાબેન ભુવા
સરપદડ

સુમાબેન લુણાગરિયા

સરધાર

નિલેશભાઇ વિરાણી

શિવરાજગઢ

શૈલેષભાઇ ડોબરિયા

શિવરાજપુરહિમંતભાઇ ડાભી
સુપેડી

ભાનુબેન બાબરિયા

થાણાગાલોળ

પ્રવીણકુમાર કયાડા

વેરાવળગીતાબેન ટીલાળા
વીંછિયા

નીતિનભાઇ રોજાસરા

વીરપુર

અશ્વિનાબેન ડોબરિયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો