તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભગવતીપરામાં કારની ઠોકરે ત્રણ વર્ષની બાળકીનું મોત

રાજકોટ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભગવતીપરામાં કારની ઠોકરે ત્રણ વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. અન્ય એક બનાવમાં વૃદ્ધે બીમારીથી કંટાળી આપઘાત કર્યો છે. અકસ્માતના બનાવ અંગે ભગવતીપરામાં રહેતા અને કર્મકાંડનું કામકાજ કરતા અજયભાઇ શિવાજીભાઇ કમળે નામના યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને સંતાનમાં ચાર દીકરી છે. તે પૈકી સૌથી નાની ત્રણ વર્ષની પુત્રી અંજલિ રવિવારે સવારે ઘર પાસે શેરીમાં રમતી હતી. ત્યારે પૂરઝડપે ધસી આવેલી ઇકો કારે રમી રહેલી અંજલિને ઠોકરે ચડાવી હતી. જેમાં અંજલિને ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાઇ હતી. પરંતુ અંજલિને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક કિશોર નાગજી પરસાણા સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. જ્યારે અન્ય એક ઘટનામાં બાલાજી હોલ પાછળ વલ્લભવિદ્યાનગર-2માં રહેતા કુરજીભાઇ લવજીભાઇ વાડોદરિયાનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું છે. તાલુકા પોલીસની તપાસમાં 62 વર્ષના કુરજીભાઇ ઘણા સમયથી બીમારીથી પીડાતા હોય કંટાળીને રવિવારે સવારે તેમના ઘરે ટર્પેન્ટાઇન શરીર પર છાંટી કાંડી ચાંપી દીધી હતી. બનાવની પુત્રને જાણ થતા તુરંત તેમને આગની લપેટમાંથી બચાવી ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ તેમને વધુ સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો