ધરપકડ:સિરામિક ટાઈલ્સની હેરાફેરી કરતી ત્રણ ટ્રક ઝડપી લેવાઇ

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોરબી- હળવદ રોડ પર CGSTનું ઓપરેશન, ટેક્સની વસૂલાત બાદ વાહનો છોડવામાં આવશે

બિઝનેસ રિપોર્ટર|ઈ-વે બિલ જનરેટ કર્યા વગર માલની હેરાફેરી કરતી ત્રણ ટ્રકને સીજીએસટીની ટીમે ઝડપી પાડી છે. મોરબી- હળવદ રોડ પર સીજીએસટીની ટીમ તપાસમાં હતી ત્યારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. હવે ટેક્સની વસૂલાત કર્યા બાદ વાહનો છોડવામાં આવશે. તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ પ્રાથમિક અનુમાન મુજબ રૂ.50 લાખથી ટેક્સચોરી વધી જાય તેવું અનુમાન છે.આ અંગે સૂત્રોમાંથી મળતી વિગત મુજબ મોરબી- હળવદ રોડ પર સીજીએસટીની ટીમ ઓપરેશનમાં હતી ત્યારે ત્યાંથી પસાર થતી ટ્રકની તલાશી લેવામાં આવી હતી.

માલ ક્યાંથી આવ્યો, કોને મોકલવાનો હતો તેની પૂછપરછ કરતા પ્રથમ દૃષ્ટિએ ટ્રકચાલકે માહિતી આપવામાં ગલ્લાં તલ્લાં કર્યા હતા. ત્યારબાદ ઈ-વે બિલ માગવામાં આવતા તેની પાસે હતું નહિ. ઈ-વે બિલ વગરનો માલ બીજા રાજ્યમાં મોકલવામાં આવતો હતો. બીજા રાજ્યમાં માલ જાય તે પહેલા જ ટ્રક ઝડપાઈ ગઇ હતી. આ ત્રણેય ટ્રક કબજે કરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી બોગસ ઈ-વે બિલ કૌભાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે. જે મોટાભાગે એસજીએસટીની ટીમે જ ઝડપી પાડ્યા છે. ઘણા લાંબા સમય બાદ સીજીએસટીની ટીમે ઈ-વે બિલ વગરની માત્ર ત્રણ ટ્રક ઝડપી પાડી છે.

અન્ય સમાચારો પણ છે...