વતન વાપસી:આજે રાજકોટથી શ્રમિકોને લઇને પશ્વિમ બંગાળ જનારી ત્રણ ટ્રેન ઉપડશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટથી શ્રમિકોને લઇને પશ્વિમ બંગાળ જનારી બે ટ્રેન શુક્રવારે કેન્સલ કરવામાં આવી હતી. અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, પશ્વિમ બંગાળ જનારી બે ટ્રેન શુક્રવારે રદ કરાતાં હવે તે શનિવારે જશે. શનિવારે કુલ 3 ટ્રેનમાં પશ્વિમ બંગાળના 5100 જેટલા શ્રમિકો જશે. તેમના માટે ફૂડ પેકેટ સહિતની વ્યવસ્થા કરી છે. લોકડાઉન-3 અમલમાં આવ્યા બાદ શ્રમીકોને ખાસ ટ્રેન થકી તેમના વતન મોકલાઇ રહ્યા છે ત્યારે વધુ 3 ટ્રેન પશ્ચિમ બંગાળ માટે રવાના કરવામાં આવનાર છે જેમાં મજૂરો લાંબા સમયના ઇંતજાર બાદ વતન પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...