તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:રાજકોટમાં કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિ.માં ત્રણ સિનિયર તબીબોએ જુનિયર ડોકટરને ઢીકાપાટુ માર્યા, તબીબ ધ્રુસકે-ધ્રુસકે રડ્યો, ફરિયાદ દાખલ

રાજકોટ3 મહિનો પહેલા
પીડિત જુનિયર તબીબ ડો.ધવલે આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી
  • પોલીસે ફરિયાદને આધારે તપાસ શરુ કરી

રાજકોટમાં આજે ઇન્ટર્ન તબીબો વચ્ચે માથાકૂટ થયાની ઘટના સામે આવી છે. જ્યાં સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા તેના જુનિયરને 'તને સીધો કરવાનો છે' કહી ઢીંકાપાટુ નો માર માર્યાની વિગતો સામે આવી છે. આ અંગે પીડિત જુનિયર તબીબ ડો.ધવલે આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

પીડિત જુનિયર તબીબ ડો.ધવલ
પીડિત જુનિયર તબીબ ડો.ધવલ

તું અમારુ માનતો નથી કહી ઢીકાપાટુ મારવાનું શરૂ કરી દીધું
પીડિત તબીબ ડો.ધવલે Divyabhaskar સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મને મારા સિનિયર દ્વારા ફોન કરીને બોલાવવામાં આવ્યો હતો. અને મને કહ્યું હતું કે હવે પરીક્ષા પુરી થઇ ગઈ છે. હવે અમે તને સીધો કરશું. એટલે મેં તેમને પૂછ્યું કે તમે કહેવા શું માંગો છો ત્યારે મારા સિનિયરે કહ્યું કે તું અમારુ માનતો નથી. હું કંઈ પ્રત્યુત્તર આપું તે પહેલા એક સિનિયરે મને પાછળથી માથા પર માર્યું અને અન્ય સિનિયરોએ મને ઢીકાપાટુ મારવાનું શરૂ કરી દીધું હતું. મારા ત્રણ સિનિયર ડો.જીમિત ગઢીયા,ડો.કેયુર મણીયાર અને ડો.આલોક સિંઘે મળીને મને ખુબ માર માર્યો હતો અને પછી નાસી ગયા હતા.

આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ
આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ

અપરાધી માનસિકતા ધરાવતા લોકો તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે
આ અંગે ડો,ધવલે ત્રણેય આરોપી વિરુદ્ધ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે, ઉલ્લેખનીય છે કે આ આવી અપરાધી માનસિકતા ધરાવતા લોકો તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેમાં પણ સિવિલ હોસ્પિટલની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ જેમાં બાળકોને દાખલ કરવામાં આવે છે ત્યાં આ પ્રકારનું કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામ્યો છે.

હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામ્યો હતો
હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામ્યો હતો

અંગત અદાવતમાં હુમલો કર્યો હોવાની કબૂલાત
આ મામલે જુનિયર ડોક્ટર ધવલ બારોટે જણાવ્યું હતું કે, ‘આજે સાંજના સમયે હું મારી ડ્યૂટી પર NICU વિભાગમાં હતો. ત્યારે મને મારા સિનિયર ડોક્ટર કેયુર મુનિયાએ બોલાવી ગાળો આપી હતી. બાદમાં અન્ય બે સિનિયર સાથે મળી મને ખૂણામાં લઇ જઇ માર માર્યો હતો. જે બાદ અમારે ઝપાઝપી થઇ હતી તો દર્દીઓના સગા સંબંધીઓ અને હોસ્પિટલ સ્ટાફ છૂટાં પાડ્યા હતા. સિનિયરો દ્વારા છેલ્લા 6થી 7 મહિનાથી કોઇને કોઇ રીતે હેરાન કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જેની સામે પ્રતિઆક્ષેપ કરતા સિનિયર ડોક્ટર કેયુર મુનિયાએ જણાવ્યું હતું કે, ‘જુનિયર ડોકટર ધવલ બારોટ ફોન કરી તેમના ભાઇ સાથે વાત કરવા કહી તેમના ભાઇએ ફોન પર ગાળો આપી હતી અને બાદમાં અમને માર માર્યો હતો. આ અગાઉ પણ આવું કૃત્ય તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાનું આરોપ કરી આ સાથે તમામ ડોકટરોએ સાથે મળી HODને ફરિયાદ કરી હોવાનો ખાર રાખી આજે હુમલો કર્યા હોવાનું જણાવ્યું હતું.’

પોલીસે ફરિયાદને આધારે તપાસ શરુ કરી
પોલીસે ફરિયાદને આધારે તપાસ શરુ કરી
કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ
કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ