હુમલો:ગોંડલમાં રોમા ટોકીઝ પાસે નોન-વેજની લારીએ બિલ બાબતે ત્રણ શખ્સોએ આધેડને છરીનો ઘા ઝીંક્યો, ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડાયા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે. - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે.
  • પ્રાથમિક ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો

ગોંડલના કડિયા લાઈન તેમજ રોમા ટોકીઝ પાસે નોનવેજની મોટા પ્રમાણમાં લારીઓ-દુકાનો ખુલી ગઈ છે. ત્યારે મુરઘીના બીલના પૈસા બાબતે ભગવતપરાના આધેડ પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતાં પ્રાથમિક સારવાર ગોંડલ આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા

મુરઘીના બિલના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી
પ્રાપ્ત વિગત મુજબ મૂળ પોરબંદરના અને હાલ ગોંડલના ભગવતપરા ખાટકીવાસ ખાતે રહેતા હાજી હનીફભાઇ ઇબ્રાહીમભાઇ બાબી ઉપર મુરઘીના બિલના પૈસા બાબતે રોમા ટોકીઝ પાસે સાયદાબેન સૈયદ, અસપાક સૈયદ અને અલમ સૈયદે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારી અસપાક સૈયદે છરીનો ઘા મારી ગંભીર રીતે ઇજા પહોંચાડતાં પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

અગાઉ પણ માથાકૂટ કરી હતી
બનાવ અંગે હાજી હનીફભાઈના પુત્ર ગુલામ હુસેન દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ 326, 323, 504, 506 (2) તથા કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ગોંડલ તાલુકાના ભુણાવા ગામના પાટિયે ચિકનની કેબિન રાખવા બાબતે અગાઉ માથાકૂટ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...