જીવલેણ હુમલો:રાજકોટમાં 'તું બેન સાથે કેમ ઝઘડો કરે છે' કહી બનેવી પર બે સાળા સહિત ત્રણ શખ્સોનો છરીથી હુમલો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં પોપટપરા સેન્ટ્રલ જેલ પાસે ઝુંપડપટીમાં બનેવી પર તેના બે સાળા સહિત ત્રણ લોકોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અપશબ્દો બોલી ઢીકાપાટુનો મારમાર્યો
આ મામલે પોપટપરા સેન્ટ્રલ જેલ પાસે ઝુપડપટીમા રહેતા ભંગારની ફેરી કરતાં ઈજાગ્રસ્ત ભુપતભાઈ જવાભાઇ ઉધરેજીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભત્રીજા મહેશ ઉર્ફે દિપક સાથે ઝુંપડા પાસે બેઠો હતો. જ્યાં મારા બંને સાળા સહિત ત્રણ લોકોએ આવીને 'તું મારી બેન સાથે કેમ અવાર નવાર ઝઘડો કરે છે' તેમ કહી અપશબ્દો બોલી ઢીકાપાટુનો મુઢ મારમાર્યો હતો અને જ્યારે મારો ભત્રીજો મહેશ ઉર્ફે દિપક વચ્ચે પડ્યો તો નયન સિંધી નામના શખ્સે તેના જમણા હાથના કાંડા પાસે છરીનો એક ઘા માર્યો હતો પણ તેણે રાડારાડી કરતા આજુબાજુના લોકો આવી ગયા હતા જેથી પેલા ત્રણેય નાસી ગયા હતા. સ્થાનિક લોકોએ અમને રીક્ષામાં બેસાડ્યા હતા અને હું તથા મહેશ હાલ સિવિલમાં દાખલ થયા હતા.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
આ ફરિયાદને આધારે પોલીસે છરી વડે હુમલો કરી ઇજા કરનાર મુન્નાભાઇ દેવાભાઇ દેત્રોજીયા, સાયરભાઇ દેવાભાઇ દેત્રોજીયા, નયન સિંધી સામે IPC કલમ 324, 323, 504, 114 તથા જી.પી.એક્ટ કલમ 135 (એ) મુજબ મારમારી,જીવલેણ ઇજા,ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.