અંધશ્રદ્ધા:જસદણના વીરનગરમાં ભુવાની કરતૂત, તું મારા મંત્રો લઈ ગઈ છો, પાછા આપી દે નહીં તો આપણને પતાવી દેશે કહી સળાગવી દેતા પરિણીતાનું મોત

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ હોસ્પિટલમાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને તેના પતિ પંકજ ચંદાણા - Divya Bhaskar
રાજકોટ હોસ્પિટલમાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અને તેના પતિ પંકજ ચંદાણા
  • પરિણીતાના નણદોયા અને માસાએ મોઢા-આંખ પર ઢીકા પાટુનો માર માર્યો અને ભુવાએ સળગતા ઘાસનો પુળાથી સળગાવી
  • ગત બુધવારે પરિણીતાને રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી
  • ગત મોડી રાત્રે પરિણીતાનું મોત થતા ભુવા સહિત ત્રણ શખ્સની ધરપકડ

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા વીરનગર ગામમાં મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુરના કોતરા ગામનો ચંદાણા પરિવાર ખેત મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યો છે. ગત બુધવારે પરિવારની ઉર્મિલા પંકજ ચંદાણા (ઉં.વ.23) નામની પરિણીતા રાત્રે વાડીએ હતી, ત્યારે બાજુની વાડીમાં જ ખેત મજૂરી કરતો અને દશામાનો કહેવાતો ભુવો નિલેશ કાળુભાઈ કટારા આવ્યો હતો. તેણે ઉર્મિલાને કહ્યું હતું કે, તું મારા મંત્રો લઈ ગઈ છો, પાછા આપી દે નહીં તો આપણને પતાવી દેશે. બાદમાં પરિણીતાને ઢોર માર મારી સળગાવી હતી.

ભુવાએ ઢોર મારમારતા ગંભીર ઈજાનો ભોગ બનેલી ઉર્મિલાને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ ગત મોડી રાત્રે તેણીનું મોત થઈ જતા માર મારવાનો બનાવ હત્યામાં પલટાયો છે.

ઉર્મિલા પતિએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ત્રણેય આરોપી ઝડપાયા
આ અંગે આટકોટ પોલીસે ઉર્મિલાના પતિ પંકજ ભાણાભાઈની ફરિયાદ પરથી નિલેશ, તેનો બનેવી મુકેશ નાથુભાઇ કટારા, બનેવીના માસા સતિષભાઇ સામે IPC 308, 323, 508, 114 મુજબ ગુનો નોંધ્યો હતો. સારવારમાં ઉર્મિલાએ દમ તોડતાં કલમ 302નો ઉમેરો કરાયો છે. આટકોટ પોલીસે આ ત્રણેય આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સાવરકુંડલામાં શેરીમાં ચાલવા જેવી નજીવી બાબતે બે જુથ વચ્ચે મારામારી, ચાર શખ્સોએ એસિડ છાંટી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનને પતાવી દીધો, બે ગંભીર

સંતરામપુરના કોતરા ગામનો પરિવાર વીરનગર ગામમાં ખેતમજૂરી કરે છે
ઉર્મિલા પતિ પંકજે ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મૂળ સંતરામપુરના કોતરા ગામનો રહેવાસી છું અને હાલ વીરનગર રહી ખેત મજૂરી કરું છું. સંતાનમાં દોઢ વર્ષનો દિકરો ધ્રુમિલ છે. મારા બનેવી મુકેશભાઇ કટારાએ ભરતભાઇ રૂપારેલીયાની વાડી ભાગમાં વાવવા રાખી છે. અઢી મહિનાથી હું બનેવી, બહેન વિસ્તી, નાના ભાઇ હરેશ, નાની બહેન અસ્મિતા, બનેવીનો ભત્રીજો નિલેષ કટારા (દશામાનો કહેવાતો ભુવો), બનેવીના માસા સતિષભાઇ, તેના પત્ની શિલ્પાબેન એમ બધા વીરનગરમાં મજૂરી કરીએ છીએ.

નિલેશે મારી પત્ની સામે જોઈ કહ્યું કે તે મારા મંત્રો લઈ લીધા છે
ગત બુધવારે રાત્રે નવ વાગ્યે હું મારી પત્ની ઉર્મિલા, બનેવી મુકેશભાઇ, બહેન વિસ્તી, નાનો ભાઇ હરેશ, બહેન અસ્મિતા, બનેવીનો ભત્રીજો નિલેષ, નિલેષની બહેન સુમિત્રા, બનેવીના માસા સતિષભાઇ એમ બધા ભરતભાઈ રૂપારેલીયાની વાડીના મકાને બેઠા હતા. ત્યારે નિલશે હાથ ઉંચો કરી મારી પત્ની બાજુમાં બેઠી હોય તેની સામે જોઈ કહ્યું કે, ‘હું દશામાનો ભુવો છું, તે મારા માતાજીના મંત્ર લઈ લીધા છે’.

સતિષે મારી પત્નીને મોઢા પર માર મારતાં હોઠમાંથી લોહી નીકળી ગયું હતું
બાદમાં નિલેશે મારા બનેવી અને સતિષભાઇને કહ્યું કે ‘ઉર્મિલાએ મારા મંત્રો લઈ લીધા છે, એ તેની પાસેથી પાછા અપાવો નહીંતર આપણને બધાને પતાવી દેશે’. બાદમાં મારા બનેવી મુકેશભાઇ મારી પત્નિના પગ પકડી પગ પર બેસી ગયા અને સતિષ પીઠ પાછળ બેસી ગયો હતો. મુકેશ અને સતિષ બંનેએ માર મારી નિલશે માતાજીના મંત્ર પાછા આપી દેવા કહ્યું હતું. બાદમાં સતિષે મારી પત્નીને મોઢા પર માર મારતાં હોઠમાંથી લોહી નીકળી ગયું હતું.

આ પણ વાંચોઃ રાજકોટમાં જંક્શન પ્લોટમાં ચારની હત્યા કરી આત્મહત્યા કરનાર ઇમરાન અગાઉ કૂટણખાનામાં દલાલી કરતા ઝડપાયો’તો

નિલેશે મને મકાનની અંદર જતાં રહેવાનું કહેતા હું રૂમમાં જતો રહ્યો હતો
નિલેશે મને મકાન અંદર જતાં રહેવાનું કહેતાં હું રૂમમાં જતો રહ્યો હતો અને બારીમાંથી બધું જોતો હતો. એ પછી નિલેશે મકાઈનો પુળો સળગાવ્યો હતો અને સતિષ તથા મુકેશને દૂર હટી જવાનું કહ્યું હતું. ત્યારબાદ નિલેશે સળગતા પુળાને પાટુ મારી પત્ની ઉર્મિલા ઉપર ફેંકતા કપડાને આગ લાગતાં તે રાડો પાડવા માંડી હતી. ત્યારબાદ હું દોડીને રૂમમાંથી બહાર આાવ્યો હતો અને મારા સાળાએ શેઠ અશોકભાઇને ફોન કરી બોલાવ્યા હતા. આજુબાજુની વાડીવાળા પણ ભેગા થઇ જતાં 108 મારફત અમે જસદણ હોસ્પિટલે અને ત્યાંથી રાજકોટ લાવ્યા હતાં. દરમિયાન સારવારમાં ઉર્મિલાએ ગત રાતે રાજકોટ સિવિલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમ્યો છે.