તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં પીજી સ્ટુડન્ટ તરીકે ગાયનેક વિભાગમાં પ્રેક્ટિસ કરતા તબીબને ચાર ઝાપટ મારી અપશબ્દો કહી મોબાઈલ તોડી નાખ્યો હતો. ડોક્ટર અરવાબેન સાદીકભઆઇ ઇસુક અલી સોનીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાસુ-વહુ અમરીનબેન, રોશનબેન અને જાહીદભાઈ સામે ફરજમાં રૂકાવટ, માર મારવા અંગે ફરિયાદ નોંધાવી છે.
વહુને ઉલ્ટી થતી હોવાથી સાસુ સાથે આવી હતી
ગઈકાલે તેઓ પોતાની ફરજ ઉપર હતા ત્યારે ત્રણેય આરોપીઓ આવ્યા હતા અને જેમાં અમરીનબેન અને રોશનબેન સાસુ-વહુ થતા હોય વહુને ઉલ્ટીઓ થતી હોવાથી તેઓ સારવાર માટે આવ્યા હતા. હાલ કોરોના સંક્રમણ વધી રહ્યો હોવાથી ઇન્ફેક્શન ન લાગી જાય તેનું ખાસ તબીબો દ્વારા ધ્યાન રાખવામાં આવતું હોય છે. તેવી પરિસ્થિતિમાં બંને સાસુ-વહુ ચપ્પલ પહેરીને લેબર રૂમ અંદર ઘૂસવાનો પ્રયાસ કરતા બંનેને અટકાવી તેઓને ઇન્ફેક્શન ન લાગી જાય તે માટે ચપ્પલ બહાર ઉતારવાનું અને થોડીવાર વેઇટિંગ એરિયામાં બેસો હમણાં તમને બોલાવીએ તેવું કહેતા બંને સાસુ-વહુ રોષે ભરાઈ ગયા હતા અને અમને ચપ્પલ પહેરવાની કેમ ના પાડી તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો અને ડોક્ટર અરવાબેનનો મોબાઈલ ફોન પડાવી લઇ નીચે પછાડી દીધો હતો. તેમજ બંને સાસુ-વહુએ ડોક્ટર અરવાબેનને બે-બે ફડાકા ઝીંકી દીધા હતા. મહિલા તબીબ ઉપર હુમલો થતા તાબડતોબ અન્ય અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ત્યારે જ આ બંને સાસુ-વહુ સાથે આવેલા જાહીદભાઈ નામના શખ્સે મહિલાને જાહેરમાં ગાળો ભાંડતા મામલો વધુ વકર્યો હતો અને ઘટના અંગે તુરંત કંટ્રોલમાં જાણ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો દોડી ગયો હતો અને મહિલા તબીબે સાસુ-વહુ સહીત ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા ત્રણેયની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.