તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત:રાજકોટમાં પત્નીથી અલગ રહેતો પતિ બેભાન હાલતમાં 3 માસની પુત્રીને પત્નીના ઝૂંપડામાં મૂકી ફરાર, હોસ્પિટલે ગયા તો બાળકીનું મોત

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડી તે પહેલા જ મોત નીપજ્યું - Divya Bhaskar
બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડી તે પહેલા જ મોત નીપજ્યું
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું ન્યુમોનિયાને કારણે મોત નીપજ્યાનું ખુલ્યું

રાજકોટના કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે ઝુપડપટ્ટીમાં રહેતી વર્ષા ભાભોર નામની મૂળ દાહોદની યુવતી રાતે તેના ઝુપડામાં હતી. આ સમયે તેનાથી અલગ રહેતો તેનો પતિ અક્ષય પોતાની ત્રણ મહિનાની બાળકી પ્રિયંકાને બેભાન હાલતમાં મૂકી ગયો હતો. બાળકીને સારવાર માટે માતા અને નાની સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. પરંતુ ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીનું મોત કંઈ રીતે થયું તે માટે પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં બાળકીનું ન્યુમોનીયાથી મોત થયાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું.

પતિ ઝઘડો કરતો હોવાથી પત્ની માવતરે રહેવા જતી રહી હતી
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે તાલુકા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. બાળકીની માતા વર્ષાબેને જણાવ્યું હતું કે, પતિ અક્ષયને પર સ્ત્રી સાથે સંબંધ હોય મારી સાથે ઝઘડો કરતા હું આર.કે. નગર પાસે ઝૂપડામાં રહેતા મારા માવતર પાસે આવી ગઈ હતી. બાદમાં અક્ષય મારી પાસેથી મારી દીકરીને ઝઘડો કરી લઈ ગયો હતો. ગત રાત્રે અચાનક દીકરીને બેભાન હાલતમાં મૂકીને ભાગી ગયો હતો. અમે દીકરીને હોસ્પિટલ લાવતા તેનું મોત નીપજ્યું હતું.

બાળકી બેભાન થઈ જતા અક્ષય ગભરાય ગયો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યા મુજબ બાળકી બીમારીથી બેભાન થઈ જતા અક્ષય ગભરાય ગયો હતો. આથી અક્ષય બાળકીને તેની માતા પાસે મૂકી ગયો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી અક્ષયની શોધખોળ હાથ ધરી છે.