તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક જાળીમાં અજાણી વ્યક્તિ ત્રણ મહિનાના બાળકને મૂકી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી. 108એ કુવાડવા પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બાળકને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમા સારવાર માટ ખસેડવામાં આવ્યું છે.
બાળકને શરદી અને તાવ હોવાથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયું
કુવાડવા પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકને તાવ અને શરદી હોવાથી 108ના EMT ધનજી પરમાર અને પાયલોટ પુનિત વ્યાસે બાળકને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. લોકોએ બાળકને મૂકી જનાર અજાણી વ્યક્તિ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. બાળકને મૂકી જનાર વ્યક્તિ કોણ છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.
16 દિવસ પહેલા રાજકોટમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું
16 દિવસ પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર નંદાહોલ પાસે આવેલી છગનબાપાની વાડીમાં ખેતમજૂરી કરતા ગેલાભાઈ ગાયોને હાંકવા ગયા હતા. આ સમયે અવાવરું જગ્યાએ એક ગોદડાનું પોટલું જોવા મળ્યું હતું. ગોદડાની અંદરથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. હેબતાઈ ગયેલા શ્રમિક ગેલાભાઇએ મૃત નવજાત શિશુ અંગે તુરંત 108ની ટીમને જાણ કરી હતી. નવજાત શિશુ મૃત હાલતમાં 108ની ટીમે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. શિશુ મળ્યું તેના ચાર કલાક પહેલા જ તેનો જન્મ થયો હોવાનું 108 ટીમના ઈએમટીએ પોલીસને જણાવ્યું હતું.
(કરસન બામટા, આટકોટ)
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.