• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Three Members Of Lohana Family Of Rajkot Drowned In River, Wife, Son in law And Great granddaughter Drowned In Front Of Husband's Eyes, 1 Body Found, 2 Missing

કરુણાંતિકા:રાજકોટના લોહાણા પરિવારના ત્રણ સભ્યો નદીમાં ડૂબ્યા, પતિની નજર સામે પત્ની, જમાઈ અને પ્રપૌત્રી પાણીમાં ગરક થયા, 1નો મૃતદેહ મળ્યો, 2 લાપતા

રાજકોટએક મહિનો પહેલા
મૃતકોની ફાઇલ તસવીર
  • કારિયા પરિવારના સભ્યો દર્શનાર્થે ઋષિકેશમાં ગયા અને કાળ ભરખી ગયો

રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા દિલીપભાઇ કારિયા પરિવાર સાથે ઋષિકેશ ગયા હતા. જ્યાં ઋષિકેશમાં આજે મોડી સાંજે નીલકંઠ મહાદેવ પાસે ભીમ ચડ્ડામાં તેમની પૌત્રી ન્હાવા ગઈ ત્યારે નાના નાના પથ્થરો પર પગ આવતા ગબડી પડી હતી એ જ સમયે નદીમાં ઓચિંતું પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગઈ હતી જેને બચાવવા ગયેલા પરિવારના અન્ય બે લોકો પણ ડૂબી ગયા હતા અને એક જ પરિવારના કુલ 3 સભ્યો ડૂબી જતાં પરિવારમાં માતમ છવાયો છે અને 3 પૈકી એક નો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય બે ના મૃતદેહની શોધખોળ હાથ ચાલુ છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ કારિયા પરિવારને આશ્વાસન આપી મદદ માટે પ્રસાશન સાથે સંપર્ક કરી જરૂર જણાય તમામ મદદ કરવા કહ્યું હતું.

આંખના પલકારામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી એ જણાવ્યું હતું કે, રાજકોટનો પરિવાર ઋષિકેશમાં ગયો છે અને આ સમયે તેમના સાથે દુઃખદ ઘટના બની છે માટે સંપર્ક કરતા પરિવાર બજરંગવાડીમાં રહેતા દિલીપભાઈ કારિયાનો હોવાનું માલુમ થતા તેમનો સંપર્ક કર્યો હતો. જેમને જણાવ્યું હતું કે દિલીપભાઇની દીકરી ની દીકરી ને બચાવવા તેમના પત્ની પાણીમાં કૂદી પડ્યા હતા અને ત્યારબાદ તેમના જમાઈ કૂદી પડ્યા હતા જે તેમની નજર સામે પરિવારના આ ત્રણેય આંખના પલકારામાં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

દિલીપભાઈ ઘેરા શોકમાં ડૂબી ગયા
ઉલ્લેખનીય છે કે દિલીપભાઇ કારિયા પુત્રી - જમાઈ પૌત્રી અને પત્ની સાથે ઋષિકેશ ખાતે ફરવા ગયા હતા. આજે બનેલ દુઃખદ ઘટના અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને ખબર પડતા તેને ફોન કરીને હૈયાધારણા આપવા સાથે તમામ મદદનું કહ્યું હતું ત્યાંનું પ્રશાસન તમામ મદદ કરી રહ્યું છે. હાલ દિલીપભાઈ ઘેરા શોકમાં ડૂબી ગયા છે ત્યારે પ્રશાસન સાથે સંપર્ક કરી તમામ મદદ પુરી પાડવા જણાવ્યું છે.