કાર્યવાહી:10 દિવસ માં 4 ફોન તફડાવનાર ત્રણ બાળ આરોપી પકડાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રીઢો ગુનેગાર વધુ એક ચોરાઉ વાહન સાથે ઝબ્બે

શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં અનેક તરુણવયના બાળકોને પોલીસે ઝડપી લીધા છે. ત્યારે વધુ ત્રણ તરુણને મોબાઇલ ચોરીના ગુનામાં પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી છે. ભક્તિનગર પોલીસની સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કોઠારિયા રોડ, આનંદનગરના બગીચામાં ત્રણ શખ્સ શંકાસ્પદ મોબાઇલ સાથે બેઠા હોવાની માહિતી મળી હતી. જેથી તુરંત ટીમ ત્યાં દોડી બગીચામાંથી તરુણવયના ત્રણ છોકરા મળી આવ્યા હતા. ત્રણેયની તલાશી લેતા તેમની પાસેથી કુલ ચાર મોબાઇલ મળી આવ્યા હતા.

મોબાઇલ અંગેની પૂછપરછ કરતા શરૂઆતમાં ત્રણેયે મોબાઇલ તેમના હોવાની વાત કરી હતી. જેથી પોલીસે મોબાઇલ બિલ બતાવવાનું કહેતા ત્રણેય ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા. જેથી પોલીસે ત્રણેય તરુણના માતા-પિતાને બોલાવ્યા હતા. ત્યારે વિશેષ પૂછપરછ કરતા ત્રણેયે છેલ્લા દશ દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોબાઇલની ચીલઝડપ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસે ચારેય ચોરાઉ મોબાઇલ કબજે કરી ત્રણેય સામે જરૂરી કાર્યવાહી કરી બાળ અદાલત હવાલે કર્યા છે.

જ્યારે ગોંડલ રોડ, એસ.ટી.વર્કશોપ પાછળ ખોડિયારનગર મેઇન રોડ પાવર હાઉસ પાસેથી આ જ વિસ્તારમાં રહેતા શાહબાઝ ઉર્ફે શબલો ઉર્ફે નવાબ સતાર જોબનને શંકાસ્પદ બાઇક સાથે પોલીસે પકડી પાડ્યો હતો. ચેક કરતા પકડાયેલું બાઇક અન્ય વ્યક્તિના નામનું હોવાનું જાણવા મળ્યું હતું. અંતે ચોરી કર્યાની કબૂલાત આપતા ધરપકડ કરી છે. પકડાયેલો શાહબાઝ ઉર્ફે શબલા સામે અગાઉ છ ગુનામાં પકડાઇ ચૂક્યાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...