તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધંધાની હરીફાઇ:લારી રાખવાના મુદ્દે બઘડાટી, પાઇપ, બેલા-લોખંડના વજનિયાના છૂટા ઘા માર્યા, ત્રણને ઇજા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વેપાર ધંધામાં હરીફાઇ ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતું હોય છે. સામાન્ય બોલાચાલી કે સમસ્યા હલ કરવાના બદલે અમુક લોકો આક્રમક બને છે અને તેનું પરિણામ લોહિયાળ સાબીત થાય છે. શહેરના એસ્ટ્રોન ચોક નાળા નજીક અમીનમાર્ગના ખૂણા પાસે ભરાતી ફ્રૂટ બજારમાં લારી રાખવાના મુદ્દે બે લારીવાળાઓ વચ્ચે બુધવારે બપોરે 2.30 વાગ્યે જામી પડી હતી, લારી પાછળ રાખવાનું કહેતા શરૂ થયેલી માથાકૂટ થોડી જ ક્ષણમાં ઉગ્ર બની ગઇ હતી અને બંનેપક્ષે એકબીજા પર પાઇપથી હુમલો કર્યો હતો અને બેલા તથા લોખંડના વજનિયાના ઘા કર્યા હતા.

જાહેરમાં ધમાલ થતાં થોડીવાર માટે માહોલ તંગ થઇ ગયો હતો અને ટ્રાફિકજામ પણ થઇ ગયો હતો. ઘટના અંગે કોઇએ જાણ કરતાં માલવિયાનગર પોલીસ દોડી ગઇ હતી. ધમાલમાં બંને પક્ષના ત્રણ લોકોને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંનેપક્ષની ફરિયાદ પરથી સામસામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...