તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:સોનાના દાગીના પર હોલમાર્ક કરાવવા ત્રણ દિવસનું વેઈટિંગ, નવા ઓર્ડર પર બ્રેક

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફરજિયાત હોલમાર્કિંગને કારણે સોની વેપારીઓમાં થોભો અને રાહ જોવોની નીતિ

ફરજિયાત હોલમાર્કના નિયમની અસર હોલમાર્કિંગ સેન્ટર અને હોલસેલ વેપાર પર સૌથી વધુ અસર નોંધાઈ છે. ફરજિયાત હોલમાર્કિંગને કારણે હોલસેલનો વેપાર કરતા સોની વેપારીઓ નવા ઓર્ડર લેતા નથી. તેઓ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવે છે. જેથી હોલસેલ માર્કેટમાં 50 ટકા વેપાર ઠપ થઇ ગયો છે. જ્યારે હોલમાર્ક સેન્ટરમાં સામાન્ય દિવસો કરતા દાગીના પર હોલમાર્ક કરાવવાનું પ્રમાણ વધ્યું છે. ઓનલાઈનની પ્રક્રિયાને કારણે યુનિક આઈડી નંબર જનરેટ થવામાં વાર લાગે છે. જેને કારણે હોલમાર્ક સેન્ટરમાં કામનો ભરાવો થઇ ગયો છે. અને ત્યાં ત્રણ- ત્રણ દિવસનું વેઈટિંગ જોવા મળે છે.

હોલમાર્કના નિયમને કારણે સમસ્યા અને થનારી અસર

  • એક જ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તો બીઆઇએસના અલગ- અલગ અધિકારીઓ અલગ અલગ જવાબ આપે છે.
  • સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે. કેટલાક સોની વેપારી પાસે નોલેજ નથી તો કેટલાક સોની વેપારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
  • 31 ઓગસ્ટ સુધી જૂના દાગીના પણ હોલમાર્ક વગર રાખી નહિ શકાય તેથી બધા વેપારીઓ માટે મોટા પ્રમાણમાં જૂના દાગીનાનો નિકાલ કરવો એ પડકાર છે.
  • રાજકોટમાં 9 હોલમાર્ક સેન્ટર છે તેમાંથી બે બંધ છે. જેથી હોલમાર્ક સેન્ટરની સંખ્યા ઓછી છે. પરિણામે સોની વેપારીઓને ગોંડલ, ઉપલેટામાં પોતાના દાગીના હોલમાર્ક કરાવવા મોકલવા પડે છે.
  • હોલસેલ માર્કેટમાં નવી અપડેટેડ ડિઝાઇન બનાવવાનું બંધ થઇ ગયું છે.
  • નવા દાગીનાના ઓર્ડર લેવાતા નથી. એટલે રાજકોટમાં બનતા માલની નિકાસ બીજા રાજ્યમાં થતી નથી તેથી સપ્લાય ચેઈન ડિસ્ટર્બ થયું છે.

કારીગરોને બે જ વખત રોજી મળી શકશે
ફરજિયાત હોલમાર્કના નિયમથી હોલસેલ વેપારી અને કારીગરોને સૌથી વધુ અસર થશે. આમ, તેનું ટર્નઓવર અટકી જશે અને તેને કરેલા રોકાણનું વળતર નહિ મળે. નવા ઓર્ડર નહિ મળવાથી કારીગરોને મળતી રોજીરોટી પર અસર થશે. સામાન્ય રીતે એક હોલસેલ વેપારી દર મહિને અંદાજિત ચાર વખત કારીગરોને કામ આપતો હોય છે તેના બદલે હવે તે બે જ વખત કામ આપી શકશે. - રમેશભાઈ લોલારિયા, બોર્ડ મેમ્બર

અન્ય સમાચારો પણ છે...