તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટના કિસાનપરા શેરી નં.8માં એક ઓરડીમાં છેલ્લા 10 વર્ષથી ત્રણ ભાઈ-બહેનને અઘોરી જેવું જીવન જીવવા ખુદ પિતાએ જ મજબૂર કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. પિતાએ ત્રણેય સંતાનોને કશુંક ખવડાવી આવું જીવન જીવવા મજબૂર કર્યાની વાત વહેતી થઈ છે. સમગ્ર ઘટના પાછળ મિલકત કારણભૂત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, હકીકત જાણવા DivyaBhaskarએ પિતા સહિત પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈ પણ મુદ્દે પરિવારજનો વાત કરવા તૈયાર નથી. પિતાનું એક જ રટણ છે કે, કોઈએ મારા સંતાનો પર મેલી વિદ્યા કરી છે.
ખુદ પિતાએ આવું કાવતરૂ રચ્યું નથીને તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો
હાલ ત્રણેય ભાઈ-બહેન કાલાવડ રોડ પર રહેતા તેના ફઈબાના ઘરે છે. બીજી તરફ ભાઈ-બહેનના પિતાએ મિલકત પોતાની બહેનના નામે કરી હોવાની વાત વહેતી થઈ છે. આગામી સમયમાં ત્રણ-ત્રણ સંતાનો મિલકતમાં આડખલીરૂપ ન બને તે માટે શું ખુદ પિતાએ આવું કાવતરૂ રચ્યું નથીને તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે. પિતા દર મહિને 35 હજારના પેન્શનદાર છે. છતાં આવી હાલતમાં જીવતા સંતાનોની કદી સરખી સાર સંભાળ લીધી નહીં, ન શરૂઆતમાં કોઈને જાણ કરી કે ન ડોક્ટર પાસે સારવાર કરાવી. આવું શું કામ એક પિતા કરી શકે તે પણ એક મોટો સવાલ છે.
માતાના અવસાન પછી ત્રણેય ભાઈ-બહેનની હાલત બગડી હોવાની વાત
પિતા નવીનભાઈએ જણાવ્યું હતું કે 1986થી તેની મમ્મી બીમાર પડી ત્યારથી અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં તેની મમ્મી ગુજરી ગઈ ત્યારથી આવી હાલતમાં રહે છે. છ વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે. દવાની કોઈ અસર થતી નથી. મારા નાના દીકરા ભાવેશમાં અઘોરીની અસર છે, આથી નિકાવા પાસે એક જગ્યામાં જોવડાવાનું કાર્ય ચાલુ છે. વર્ષો સુધી દવા અને દુવા બંને કરીએ છે. રાજકોટ શહેરના સારામાં સારા મનોચિકિત્સક તેમજ મોટું નામ ધરાવતી ધાર્મિક જગ્યાઓના મહંતો તેમજ આચાર્ય પાસેથી પણ સારું થઈ જાય એ માટે જોવડાવાનું કામ કરાવ્યું છે. તેમ છતાં આજ દિવસ સુધી તેમના સંતાનોને ક્યારેય પણ સારું નથી થયું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.