• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Three And A Half Corona Patients From Rural Areas Admitted To Rajkot Civil After A Month And A Half, 'zero' Cases In The City By Noon

કોરોના રાજકોટ LIVE:દોઢ મહિના બાદ રાજકોટ સિવિલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાના ત્રણ દર્દી દાખલ, બપોર સુધીમાં શહેરમાં 'શૂન્ય' કેસ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સિવિલની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
સિવિલની ફાઈલ તસ્વીર
  • સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરી ધમધમાટ શરૂ થયો

રાજકોટમાં કોરોનાના કેસ ક્યારેક જ આવી રહ્યા છે પણ હવે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારમાંથી એક સાથે 3 દર્દી દાખલ થયા છે. છેલ્લા એક મહિનાથી એકાદ દર્દી જ દાખલ થઈ રહ્યા હતા પણ દોઢ મહિના બાદ સંખ્યા બેથી વધી છે આ કારણે ફરીથી કોરોના વોર્ડ ધમધમતો થયો છે. રાજકોટ શહેરમાં આજે એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 42812 પર પહોંચી છે. રાજકોટ શહેરમાં આજે 18થી 44 વર્ષના 5430 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2142 સહિત કુલ 7572 નાગરિકોએ રસી લીધી છે.

કોરોના વોર્ડમાં ફરી ધમધમાટ શરૂ થયો
ત્રણમાંથી એક વેન્ટિલેટર પર જ્યારે બીજા બે ઓક્સિજન પર છે અને સારવાર ચાલી રહી છે. અત્યાર સુધી ક્યારેક એકાદ દર્દી દાખલ થતા અને ઘણા સમય સુધી હોસ્પિટલ ખાલી પણ રહી હતી. આ કારણે સુપરસ્પેશિયાલિટી બ્લોક કે જે કોવિડ હોસ્પિટલ જાહેર થઈ છે તેના બે માળ અન્ય કામ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. એક માળ પર ઓપરેશન થિએટર, ચોથા માળ પર ઓપીડી છે. જ્યારે બીજા માળ કોરોના વોર્ડ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે આ બંને માટે અલગ અલગ પ્રવેશદ્વાર રખાયો છે.

રાજ્ય સરકાર દ્વારા 20 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધીમાં રાજકોટ શહેરમાં વેક્સિનના કુલ 15,13,237 ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે. જેમાં 10,34,397 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 4,78,840 નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. બે દિવસ બાદ મનપા દ્વારા PMના જન્મદિવસે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 20 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...